જામનગર શહેર-જિલ્લામાં સપ્તાહના પ્રારંભે શરૂ થયેલી તિવ્ર ગરમીનુ મોજુ ગુરૂવારે ચરમસીમાએ પહોચ્યુ હતુ જેમાં મહતમ તાપમાન 2.6 ડિગ્રી પર સ્થિર થતા ઉનાળાના પ્રારંભે જ પ્રથમવખત પારો 40.6 ડિગ્રી પર પહોચ્યો હતો.જેના કારણે બપોરના સુમારે લોકોએ અંગ દઝાડતા તાપ સાથે આકરી ગરમીનો અહેસાસ કર્યો હતો.બફારા સાથે લૂ વર્ષાના કારણે જનજીવન પરસેવે રેબઝેબ બન્યુ હતુ. જામનગરમાં ગત સોમવારથી દિવસના તાપમાનમાં ક્રમશ: વધારો જોવા મળી રહયો છે.જેમાં શહેરમાં મહતમ તાપમાનમાં એક જ દિવસમાં 2.6 ડિગ્રીના વધારા સાથે પારો 40.6 ડિગ્રીએ પહોચ્યો હતો. સુર્યનારાયણના પ્રકોપના કારણે દિવસ ચડતા જ લોકોએ અંગ દઝાડતા તાપનો અહેસાસ કર્યો હતો.બીજી બાજુ ભેજનુ પ્રમાણ પણ 91 ટકાએ પહોચતા અસહ્ય ઉકળાટ સાથે બફારાના સકંજામાં જનજીવન સપડાયુ હતુ.પવનની ઝડપ પણ નોંધપાત્ર રહેતા બપોરે લૂ વર્ષાનો રાહદારીઓ અને વાહનચાલકોએ અનુભવ કર્યો હતો. જામનગરમાં ચાલુ ઉનાળાની ઋતુમાં પ્રથમ વાર જ પારો ચાલીસ ડિગ્રીને આંબી જતા કાળઝાર ગરમી સાથે આકરા તાપથી જનજીવન ત્રસ્ત બન્યુ હતુ. આગામી દિવસોમાં ગરમીનુ જોર યથાવત રહેવાની સંભાવના પણ જાણકાર સુત્રો દર્શાવી રહયા છે. બીજી બાજુ ઉનાળાના આરંભે જ રેર્કબ્રેક ગરમીથી જનજીવન આકુળ વ્યાકુળ બન્યું છે. જ્યારે ઠંડા પીણાના વિક્રેતાઓને તડાકો જોવા મળી રહ્યો છે. જામનગર શહેરમાં ગત તા.5મીના રોજ મહતમ તાપમાન 37 ડિગ્રી પર સ્થિર થયુ હતુ.જેમાં ક્રમશ: વધારા સાથે બે દિવસમાં જ પારો 3.6 ડિગ્રી વધીને 40.6 ડિગ્રી પર પહોચી જતા અસલ ઉનાળુ ગરમીનો અહેસાસ શહેરીજનોએ કર્યો હતો. ઉનાળાના પ્રારંભિક કાળમાં જ રેકર્ડબ્રેક ગરમી પડી રહી છે.
Home > Saurashtra > Jamnagar > જામનગરના આકાશમાંથી અગનવર્ષા થઈ મહત્તમ તાપમાન 40.6 ડિગ્રીને આંબી ગયું.