પાવાગઢમાં 2 એપ્રિલથી સરૂ થતી ચૈત્રી નવરાત્રી દરમિયાન આવતા યાત્રાળુઓની સુરક્ષા સલામતી માટે પોલીસ દ્વારા 900 પોલીસ ખડે પગે ફરજ બજાવશે. નવરાત્રીની આગલી સાંજે પાવાગઢ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા પાવાગઢ ખાતે નવરાત્રી દરમિયાન જુદા જુદા પોઈન્ટ પર સ્થાનિક સહિત જિલ્લા બહારથી આવેલ પોલીસ કર્મચારીઓને ફરજ બજાવવા સમજ આપી હતી. નવરાત્રી દરમિયાન પહેલા દિવસે શનિવાર હોવાથી મોટી સંખ્યામાં યાત્રાળુઓનો ધસારો રહેશે તેવી વકી છે. માટે મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ ને દર્શન માટે વહેલી સવારે પાંચ કલાકે મંદિરના નિજ દ્વાર ખુલ્લાં મુકાશે. માતાજીના નવીન મંદિરના પરિસરમાં બે હજાર લોકો એક સાથે દર્શન કરે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. મંદિર દર્શન માટે જવા આવવાના બને પગથિયાંનો ઉપયોગ કરાશે. મંદિરમાં દર્શનાર્થીઓને દર્શનની સરળતા રહે માટે મંદિરના વોલ્યન્ટરો સહિત ખાનગી સિક્યુરિટીના જવાનો તેનાત કરાયા છે. સાથે મંદિર જતા બાવા બજારમાં ભીડ ભેગી ન થઈ જાય માટે વચ્ચે બેરિકેટ કરાયું છે. નવરાત્રી દરમિયાન પહેલા દિવસે શનિવાર હોવાથી મોટી સંખ્યામાં યાત્રાળુઓનો ધસારો રહેશે તેવી વકી છે. માટે મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ ને દર્શન માટે વહેલી સવારે પાંચ કલાકે મંદિરના નિજ દ્વાર ખુલ્લાં મુકાશે. માતાજીના નવીન મંદિરના પરિસરમાં બે હજાર લોકો એક સાથે દર્શન કરે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. મંદિર દર્શન માટે જવા આવવાના બને પગથિયાંનો ઉપયોગ કરાશે. મંદિરમાં દર્શનાર્થીઓને દર્શનની સરળતા રહે માટે મંદિરના વોલ્યન્ટરો સહિત ખાનગી સિક્યુરિટીના જવાનો તૈનાત કરાયા છે. સાથે મંદિર જતા બાવા બજારમાં ભીડ ભેગી ન થઈ જાય માટે વચ્ચે બેરિકેટ કરાયું છે.
Home > Madhya Gujarat > Halol > પાવાગઢમાં એકસાથે 2000 લોકો દર્શન કરી શકશે, ST વિભાગ દ્વારા ચોવીસ કલાક માટે 50 બસો મૂકાઈ.