દાહોદ જિલ્લામાં ગોધરા અને ઝાલોદના હાઇવે ઉપર મુસાફરીકરવાનું વાહન ચાલકો માટે મોંઘુ બનશે. કારણ કે 1 એપ્રિલથી આ બંને ટોલ ઉપર ટોલટેક્સમાં 10 ટકાનો વધારો કરવામાં આવનાર છે. રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. હાઇવે નંબર 47 ઉપર આવેલા ભથવાડા ટોલનાકાથી દરરોજ 10 હજારથી વધુ વાહનોની અવર-જવર છે. ત્યારે અહીં વિવિધ વાહનના પ્રકારના હિસાબે 25 રૂપિયાથી માંડીને 145 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. તેવી જ રીતે હાઇવે નંબર 56 ઉપર આવેલા લીમડી નજીક વરોડ ટોલનાકાથી પાંચ હજાર વાહનોની અવર-જવર છે. અહીં પણ 10 રૂપિયાથી માંડીને 75 રૂપિયાનો વધારો કરવામાં આવનાર છે. આ બંને સ્થળે વાહનના પ્રકારના હિસાબે ભાવ વધારો કરવામાં આવશે. થોડા વર્ષ પહેલાં પણ બંને ટોલ ઉપર ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લામાં આવેલા આ બંને ટોલ ઉપર પહેલેથી જ ભાવ વધુ હોવાનો લોકો બળાપો કાઢતા આવ્યા છે ત્યાર ફરીથી ભાવ વધારાને કારણે આ બંને હાઇવે ઉપર હવે મુસાફરી વધુ મોંઘી પડે તે સ્વાભાવિક છે.
Home > Madhya Gujarat > Dahod > હાઇવે પરની મુસાફરી થશે મોંઘી, ભથવાડા અને લીમડી ટોલ પર 1 તારીખથી 10 ટકાનો વધારો; 10થી માંડીને 145 રૂપિયાનો વધારાનો બોજ પડશે.