વડોદરાની સુપ્રસિદ્ધ વાયરોક સુપર સ્પેશ્યાલિટી ઓથોપેડીક હોસ્પિટલ દ્વારા આયોજિત નિ:શુલ્ક ઓથોપેટીક ચેક અપ અને હાડકાની ઘનતા ચકાસવાનો ફ્રી કેમ્પ કાલોલની સુપ્રસિદ્ધ અને સતત છેલ્લા 60 વર્ષથી સેવા કરનાર એન એમ જી ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મંગળવારે સવારે 10 થી 2 દરમિયાન યોજાઈ ગયો. જેમાં 121 થી વધારે જરૂરિયાત મંદ દર્દીઓ ને ચેક કરીને તપાસવામાં આવ્યા હતા. વાયરોક હોસ્પિટલ તરફથી ડો.જે.કી પટેલ તથા ડો. સિદ્ધાર્થ દ્વારા દર્દીઓને પૂરતો સમય આપીને તેની સારવાર કરવામાં આવી હતી. એન એમ જી ટ્રસ્ટના પ્રકાશ ગાંધી ટ્રસ્ટી તથા હોસ્પિટલના સ્ટાફ દ્વારા સતત દર્દીઓની કાળજી લેવામાં આવી હતી. ગરમીના સમયને ધ્યાનમાં લઈને એન એમ જી ટ્રસ્ટ હોસ્પિટલ એ દરેક દર્દીને આઈસ્ક્રીમ ની સેવા પૂરી પાડવામાં આવી. એમ એમ જી ટ્રસ્ટ હોસ્પિટલમાં ગાયનેક વિભાગ, જનરલ વિભાગ, દાત વિભાગ, કસરત વિભાગો કાર્યરત છે. જેમાં કાલોલની આજુબાજુના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને ખુબ જ નજીવા દરે ટ્રિટમેન્ટ કરવામાં આવે છે. કાલોલની જનતાએ વાયરોક હોસ્પિટલના આ ઉમદા સેવા કાર્યથી બિરદાવવા માં આવેલ છે. સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ માત્ર નફાનું સાધનના બનતા સેવાનું માધ્યમ બને તેવા દ્રષ્ટિકોણથી ચાલતી વાયરોક હોસ્પિટલ ના આ સમાજ સેવાના સરાહનીય કાર્ય દ્વારા અનેક દર્દીઓ ના જીવનમાં ફી ટ્રીટમેન્ટ કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. કેમ્પને સફળ બનાવવા પ્રોફેસર અજય ભાઈ સોની ખૂબ જ જહેમત ઉઠાવી હતી.