અમદાવાદમાં રોજ ક્યાંકને ક્યાંક રોડ પર ખોદકામ થતું જોવા મળતું હોય છે. જ્યાં નવો રોડ બન્યો હોય ત્યાં થોડા સમયમાં જ મ્યુનિસિપાલિટીએ ખાડા ખોદી જ નાંખ્યા હોવાનું વારંવાર જોવા મળતું હોય છે. ત્યારે શહેરમાં રોડ પર થતા હોલિકા દહનને લઈને હવે મ્યુનિસિપલ કોર્પોરેશને અપીલ કરી છે. નવા બનેલા રોડ પર આડેધડ ખાડા ખોદવામાં કુખ્યાત મ્ચુનિસિપલ કોર્પોરેશન હવે નગરજનોને સલાહ આપી રહ્યું છે. કે સાઈડમાં હોળી પ્રગટાવજો કારણ કે રોડ ખરાબ થાય છે. રસ્તા ઉપર ખાડો કરવાથી ડામરવાળા ભાગમાં પોલાણ જેવી પરિસ્થિતિ સર્જાય છે.રસ્તાની એક બાજુ ઇંટો ગોઠવી તેના ઉપર રેતી પાથરી તેની ઉપર હોળી પ્રગટાવવામાં આવે તો રસ્તાને થતું નુકસાન અટકાવી શકાય છે.