રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર
કોરોના મહામારી સામે લડવા સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ સર્જાય છે જેના કારણે રોજેરોજનું કમાઈ ખાતા લોકોની હાલત કફોડી બની ગયેલ છે લોકડાઉનની સ્થિતિમાં જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરવા અનેક લોકો અને સંસ્થાઓ આગળ આવી રહ્યા છે ત્યારે જેતપુરમાં પણ કેટલાક વિસ્તારોમાં ગરીબ લોકો સુધી ભોજન પહોંચાડવાનો અનોખો સેવા યજ્ઞ શ્રી રામટેકરી મંદિર મહંત અને યુવાનોએ શરૂ કર્યો હતો જેમાં મંદિરના આસપાસના દસ કીલોમિટરના ગાળામાં કોઈ પણ ગરીબ માણસો ભૂખ્યા ન રહે તે માટે ૨૪ માર્ચથી આજ દિન સુધી લોકોને ભોજન કરાવવામાં આવી રહ્યું છે.
લોકડાઉનના કારણે શ્રી રામ ટેકરીના મહંત એક હેલ્પલાઈન નંબર પર જાહેર કર્યો હતો જેમાં પાચ મોટરસાયકલ અને બે ફોરવિલ દ્વારા મંદિરના દસ કિલોમીટરના ગાળામાં દરરોજ સેવા આપે છે જ્યારે લોકડાઉન શરૂ થયું ત્યારે એક હજાર થી બારસો પરીવારને રાશન કીટનું વિતરણ કર્યું હતું ત્યાર પછી ૧૪ એપ્રિલથી દરરોજ ૧૫૦ પરીવારોને ટીફીન સેવા શરૂ કરી હતી.
શ્રી રામટેકરી સંત સેવા આશ્રમ સમિતિના મહંત રામગોપાલદાસે રામ જન્મોત્સવના દિવસે એક હજાર એક સો એક વ્યક્તિને ગરમા ગરમ ફરાર કરાવી માનવતા એજ પ્રભુ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ હતું.