કાલોલના ડેરોલસ્ટેશન

કાલોલના ડેરોલસ્ટેશન સ્થિત રેલ્વેતંત્ર દ્વારા સાડાત્રણ કરોડના ખર્ચે ગરનાળું તૈયાર થઈ ગયા પછી સ્થાનિક પંચાયત તંત્રની ઉદાસીનતાએ દોઢ મહિનાથી કામ અટકયું.

Kalol Latest Madhya Gujarat

આસપાસ આવેલી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, સ્થાનિક રહીશો ભયજનક રીતે રેલ્વે લાઈન ક્રોસ કરી રહ્યા છે

કાલોલ નગર પાસેના ડેરોલસ્ટેશન સ્થિત રેલ્વે ઓવરબ્રીજ બનાવવાનું કામ ખોરંભે ચઢી જતા પાછલા ત્રણ વર્ષોથી એક તરફ મુખ્ય ફાટક બંધ કરીને ચાર પાંચ કિમીનો પીંગળી ફાટક સુધીનો ડાયવર્ઝન આપવામાં આવ્યો છે જેને પગલે ડેરોલસ્ટેશન ફાટક પાસેની શાળાઓના વિદ્યાર્થીઓ સહિત આ રુટ પરથી પસાર થતા રોજના હજારો રાહદારીઓ અને નાના વાહનચાલકોને નડતી ટ્રાફિક સમસ્યાઓને રેલવે તંત્ર દ્વારા મુખ્ય ફાટક પાસે સાડાત્રણ કરોડના ખર્ચે ગત ડિસેમ્બર મહિનામાં અંડરગ્રાઉન્ડ ગરનાળું તૈયાર કરી આપ્યું છે. જોકે અંડરગ્રાઉન્ડ ગરનાળું તૈયાર થઈ ગયા પછી ગરનાળાની બન્ને રેલવે ટ્રેકની પ્રિમાઈસમાં રેલવે તંત્ર દ્વારા પુરક રોડ તૈયાર કરવાનું કામ કરશે અને એ પછી આગળનો માર્ગ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવશે પરંતુ ગરનાળાની બન્ને બાજુ પુરક રોડ બનાવવા માટે રોડ પર કેટલાક સ્થાનિક વેપારીઓનું ઉચ્ચક દબાણ હોવાથી સ્થાનિક પંચાયત તંત્રની ઉદાસીનતાએ ગરનાળું તૈયાર થઈ ગયા પછી પણ પાછલા દોઢ મહિનાથી કામ અટકેલુ પડયું છે. તદ્ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ દ્વારા આગળની પુરક કાર્યવાહી માટે સ્થાનિક પંચાયતને બે વાર લેખિત રિમાઈન્ડર પણ આપવામાં આવ્યું છે. તેમ છતાં નડતરરૂપ ઉચ્ચક દબાણો અને એમજીવીસીએલના થાંભલાઓ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી. જેને કારણે ગરનાળાની આસપાસ આવેલી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, સ્થાનિક રહીશો ભયજનક રીતે રેલ્વે લાઈન ક્રોસ કરી રહ્યા છે જ્યારે ડેરોલગામ, સણસોલી, ડેસર, સાવલી સુધીના વાહનચાલકો ડાયવર્ઝનની હાલકીઓ ભોગવી રહ્યા છે. જેથી સ્થાનિક ગ્રામ પંચાયતના વહીવટદારો નિંદ્રામાંથી જાગીને તાત્કાલિક અસરથી ગેરકાયદે દબાણો હટાવી અધુરી કામગીરી પૂર્ણ કરવાની તજવીજ હાથ ધરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Panchmahal Mirror News Paper

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799

સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.
Www.panchmahalmirror.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *