રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
કેશોદ તાલુકામાં નવરાત્રીના દિવસોથી ધીરેધીરે મગફળીની મોસમ શરૂ થતાં ખેડુતો ખેતી કામમાં વ્યસ્ત જોવા મળે છે. આગોતરી મગફળી તથા ટુકી મુદતની મગફળીના પાકની મુદત પુર્ણ થતા ખેડુતો દ્વારા મગફળી ઉપાડવાની કામગીરી કરી રહયા છે. તો કોઈ ખેડુતોના ખેતરોમાં ઓપનેર દ્વારા મગફળી કાઢવામાં આવી રહી છે. ખેતીની મોસમ સમયે પુરતા મજુર મળી રહેતા મજુર બાબતે ખેડુતોને વધારે મુશ્કેલી ભોગવવી નથી પડી હાલના વર્ષે કેશોદ તાલુકામાં ૪૬૮૦ હેકટરમાં મગફળીનું આગોતરૂ વાવેતર થયુ હતું .આગોતરી મગફળીમાં જે ખેડુતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા ન હતા તેમાં સારૂ ઉત્પાદન થાય તેવુ ખેડુતો જણાવી રહ્યા છે. જેની સામે બજાર ભાવ પણ સારા રહેવાની સંભાવના સાથે ખેડુતોમાં અનેરો આનંદ પણ જોવા મળી રહ્યો છે. આગોતરી મગફળીમાં સરેરાશ પંદરથી પચ્ચીસ મણ સુધીનુ પ્રતી વિઘે ઉત્પાદન થાય તેવો અંદાજ સેવાઈ રહ્યો છે. સરકાર દ્વારા ૧૧૧૦ પ્રતિમણ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરીછે ત્યારે મગફળીનો બજાર ભાવ ટળી રહેશે કે કેમ તે જોવાનું રહ્યું આગોતરી મગફળીની મોસમ દિવાળી સુધીમાં મોટાભાગે પુર્ણ થશે તેવુ લાગી રહયુ છે. દિવાળી દેવ દિવાળી સમયમાં વાવણીની મગફળીની મોસમ શરૂ થાય તેવુ ખેડુતો જણાવી રહ્યા છે.