પોલીસનુ કહેવુ છે કે, વડોદરા સ્થિત સલાહુદ્દીનની સંસ્થા અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ ઓફ ઈન્ડિયન ઓરિજિનને પાંચ વર્ષમાં 28 કરોડ રૂપિયા મળ્યા હતા. જે તેણે ઉમર ગૌતમને આપ્યા હતા. ઉમર ગૌતમની પોતાની સંસ્થા ઈસ્લામિક દાવા સેન્ટરને 30 કરોડ રૂપિયાથી વધારે રકમ વિદેશથી મળી હતી. જ્યારે 22 કરોડ રૂપિયા કલીમની સંસ્થા અલ હસન એજ્યુકેશન સોસાયટીને મોકલવામાં આવ્યા હતા. ધર્માંતરણ કરાવનારા મૌલાના ઉમર અને તેના સાથીદારોને વિદેશથી 150 કરોડ રૂપિયાનુ ફંડિંગ મળ્યુ હતુ. આ ફંડિંગ મૌલાન ઉમેર ગૌતમ, કલીમ અને સલાહુદ્દીનને મોકલવામાં આવ્યુ હતુ. તેમણે વિદેશી સંસ્થાઓ સાથે હાથ મિલાવીને ધર્માંતરણ માટે હિન્દુ ધર્મની બૂરાઈઓ કરતી પત્રિકાઓ પણ છપાવી હતી.આ પહેલા પોલીસની તપાસમાં સામે આવ્યુ હતુ કે, ધર્માંતરણ માટે આ ટોળકીના ટાર્ગેટ પર ગરીબો અને દિવ્યાંગો હતા. તેમને પ્રલોભન આપીને ધર્માંતરણ કરાવાતુ હતુ.મહારાષ્ટ્રના પ્રકાશ કાવડે ઉર્ફે એડમ અને તેના સહયોગીઓને બ્રિટનની એક સંસ્થાએ 57 કરોડ રૂપિયા ધર્માંતરણ માટે આપ્યા હતા.