રિપોર્ટર :દિપક જોશી ગીર સોમનાથ
1/10/21 થી 8/10/21 સુધી માં 34034 ઘર નું તેમજ 176682 જેટલી વસ્તી તેમજ 205653 જેટલા પાત્રો નું સર્વે કરી મચ્છર ઉત્પતિ સ્થાન નો નાશ કરી 554 લોહી ના નમુના લીધેલા હતા. જેમાં કોઈ પણ મેલેરિયા નો દર્દી નથી. તાલુકા અને જિલ્લા કક્ષા એ થી પણ કામગીરીનું સઘન સુપરવિઝન કર્યું હતું. તેમજ લોક જાગૃતિ માટે એન.વી.બી. ડી.સી.પી. ની આઈ.ઈ.સી કરી ઘરની આસપાસ ભરેલા ચોખા પાણી પાત્રો સાફ રાખવા ભંગાર અને ટાયર નો નિકાલ કરવો , દવાયુક્ત મચ્છરદાનીમાં સૂવું જેવી માહિતી આપવામાં આવી હતી. અને જરૂર જણાય તેવા પાણીના સ્થાન પર પોરા નાશક માછલી મૂકવામાં આવી હતી. તેમજ વેરાવળ નગર પાલિકા સાથે સંકલન કરી વરસાદ થી ભરાયેલ ખાડા ખાબોચિયામાં ઓઇલ અને જંતુ નાશક દવા નો પણ છંટકાવ કરી મચ્છર ઉત્પતિ સ્થાનનો નાશ કરવામાં આવ્યો હતો.