કેશોદના ચર ગામે ગરબીમાં દશ વર્ષથી હિન્દુ મુસ્લિમ બાળાઓ સાથે રમે છે ગરબા…

Junagadh

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ

ચર ગામે જય અંબે ગરબી મંડળમાં જ્ઞાતી જાતીના ભેદભાવ વગર દશ વર્ષથી હિન્દુ મુસ્લિમ બાળાઓ સાથે ગરબે રમે છે. એકતાના પ્રતીક ગણાતા ચર ગામે અન્ય તહેવારોની ઉજવણી પણ હિન્દુ મુસ્લિમ એકતા સાથે મનાવે છે. માં આધ્ય શકિતની આરાધનાનું પર્વ નવલા નોરતામાં ગરબે રમવા ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળે છે .આ વર્ષે કોરોના મહામારીના કારણે માત્ર શેરી ગરબીના આયોજનને સરકાર દ્વારા નિયમોનુસાર મંજુરી આપવામાં આવી છે. ત્યારે કેશોદ શહેર તથા તાલુકાભરમાં ગરબીનું આયોજન થયુ છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રાચીન અર્વાચીન ગરબી યોજાઈ રહી છે. ગાયક કલાકારોના કંઠે રજુ થતાં રાસ ગરબામાં બાળાઓ રાસ ગરબા રમે છે. ત્યારે કેશોદ તાલુકાના ચર ગામે જય અંબે ગરબી મંડળમાં જ્ઞાતી જાતીના ભેદભાવ વગર દશ વર્ષથી હિન્દુ મુસ્લિમ બાળાઓ સાથે ગરબે રમે છે. એકતાના પ્રતીક ગણાતા ચર ગામે અન્ય તહેવારોની ઉજવણી પણ હિન્દુ મુસ્લિમ એકતા સાથે મનાવે છે.
કેશોદના ચર ગામે બે ગરબીનું આયોજન થાય છે. જેમાં જય અંબે ગરબી મંડળ છેલ્લાં દશ વર્ષથી ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં હિન્દુ મુસ્લિમ બાળાઓ સાથે ગરબે રમે છે. જય અંબે ગરબી મંડળમાં હિન્દુ મુસ્લિમ ગાયક કલાકારો રાસ ગરબા રજુ કરે છે. ગાયક કલાકારો સાજીંદાઓના સુરના સથવારે કોમી એકતા સાથે હિન્દુ મુસ્લિમ બાળાઓ રાસ ગરબા રમે છે.
જય અંબે ગરબી મંડળમાં સુત્રેજ ગામના ખેલૈયાઓએ મણીયારો રાસ રજુ કર્યો હતો. દશ વર્ષથી કોમી એકતા સાથે ગ્રામજનો ગરબીનો લાભ લઈ રહ્યા છે. જેમા ગ્રામજનો ઉપરાંત કેશોદના ડોકટરો રાજકીય સામાજીક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *