રિપોર્ટર :શાહબુદ્દિન સિરોયા સાબરકાંઠા
પોલીસ મહાનિરીક્ષક,અભય ચુડાસમા,ગાંધીનગર વિભાગએ એ.ટી.એસએ ભાગતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરી હતી. જે અન્વયે નીરજ કુમાર બડગૂજર પોલીસ અધિક્ષક,સાબરકાંઠાએ આપેલી સુચના અન્વયે વાય.જે.રાઠોડ, પોલીસ ઇન્સ્પેક્ટર,એસ.ઓ.જી.સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પો.સ.ઇ. કે.કે.રાઠોડ તથા એ.એસ.આઇ.જયપાલસિંહ અર્જુનસિંહ તથા એ.એસ.આઇ. સુરેખાબેન નવલસિંહ તથા એ.એસ.આઇ. સીતાબેન ભરતભાઇ તથા અ.હે.કોન્સ. ભાવેશકુમાર રામજીભાઇ તથા અ.હે.કોન્સ. કાળુભાઇ દેવાભાઇ તથા અ.હે.કોન્સ.રાજુભાઈ જયરામભાઇ તથા પો.કોન્સ.કિરીટસિંહ રજનીકાન્તસિંહ તથા પો.કોન્સ.ભાવેશકુમાર પશાભાઇ તથા પો.કોન્સ.નિકુંજકુમાર નરસિંહભાઇ તથા પો.કોન્સ.અપેન્દ્રસિંહ નટવરસિંહ તથા ડ્રા.પો.કોન્સ. સુરતાનસિંહ જગતસિંહ વિગેરે એસ.ઓ.જી.સ્ટાફના માણસો હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન બાતમી મળતા હિંમતનગર એ ડીવિઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં- ૦૮/૨૦૧૭ ઇ.પી.કો કલમ- ૩૭૯ મુજબના ગુનાના ભાગતા ફરતા આરોપી જલાલ ઉર્ફે સલીમ અલ્લારખાં મુલતાની અરવલ્લીવાળો સહકારી જીનથી હડીયોલ જવાના રસ્તા ઉપરથી મળી આવતાં સદરી આરોપીને સી.આર.પી.સી. કલમ-૪૧ (૧) આઇ મુજબ હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે હિંમતનગર એ ડીવિજન પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવી છે.સદરી આરોપી બાબતે પોકેટ કોપ મોબાઇલ તથા ઇ-ગુજકોપમાં સર્ચ કરી ડેટા મેળવી ડેટાના આધારે અલગ-અલગ પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરતાં સદરી અનેક ગુન્હામાં ભાગી છૂટેલો આરોપી હોવાનું જાણવા મળ્યું હતું.