રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
કેશોદમાં રહેતા મહેશભાઈ હંસરાજભાઈ ગજેરા જેઓ ફૌજી તરીકે સત્તર વર્ષ દેશ સેવા કરી ફરજ બજાવી તેમજ નિવૃત થતાં કેશોદ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેશ ગજેરાને નાસીક ખાતે ૨૦૦૪ માં ટ્રેનીંગ પુર્ણ કરી વેસ્ટ બંગાળમાં બીના ગુળી ખાતે ૨૦૦૫ થી પ્રથમ પોસ્ટીંગ થયેલી જ્યાં ચાર વર્ષ ફરજ બજાવ્યા બાદ સીમલા ખાતે બીજુ પોસ્ટીંગ થયું જ્યાં સીમલા ખાતે ચાર વર્ષ ફરજ બજાવી અમ્રીતસર ખાતે એક વર્ષ ફરજ બજાવી નાસીક ખાતે ત્રણ વર્ષ ફરજ બજાવેવી કલકતા ખાતે એક વર્ષ ફરજ બજાવી પુના ખાતે બે વર્ષ ફરજ બજાવેવી બાદમાં રજોરી પુંજ જમ્મુ કશ્મીરમાં બે વર્ષ ફરજ બજાવી વય મર્યાદાના કારણે નિવૃત થતાં કેશોદ વતન પરત આવતા કેશોદ ખાતે નિવૃત ફૌજી મહેશ ગજેરાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેશોદના રાજકીય સામાજીક આગેવાનો નિવૃત ફૌજીઓ તથા શહેરીજનોની ઉપસ્થિતિમાં ડીજેના સથવારે દેશ ભક્તિના ગીતો સાથે સામૈયા કરવામાં આવ્યા હતા. કળશધારી બાળાઓએ કુમકુમ તિલક કરી ઉપસ્થિત લોકોએ કેશોદ તાલુકા માજી સંગઠન નિવૃત ફૌજીઓ સહીત મહેશ ગજેરાને પુષ્પગુચ્છ અને ફુલહારથી સ્વાગત કર્યું હતું.
નિવૃત ફૌજી મહેશ ગજેરાએ તેમના અનુભવ વિશે વાત કરતા જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા ૩૭૦ નાબુદ કર્યું તે દરમિયાન રજોરી પુંજ ફરજ બજાવતા હતા. તે સમયે કરફયૂ યુદ્ધ જેવો માહોલ સર્જાયો હતો. તેવા સમયમાં દેશ સેવાની ફરજ બજાવેલી તે કાયમી યાદગાર રહેશે.