રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ ના પર્વ પર ચિત્ર, વક્ત્રૂત્વ અને નિબંધ લેખન સાથે સાથે વેશભૂષા નુ રોયલ પ્રાયમરી સ્કુલના ધો, ૬/૭/૮ ના વિદ્ધાર્થીઓ દ્વારા સ્કૂલમાં એક અવિસ્મરણીય પ્રોગ્રામનુ આયોજન કરાયું હતુ, જેમાં ખાસ વિશેષ નિર્ણાયક તેમજ આમંત્રિત મહેમાન તરીકે કેશોદ શહેરનાં નામાંકિત ચિત્રકાર પેન્ટરએ ઉપસ્થિત રહીને વિદ્ધાર્થીઓને માર્ઞદર્શન દોરવણી સાથે સાથે તેઓના હાથે ઈનામો આપવામાં આવ્યા હતા.
આજના ભારત દેશના મહાત્મા યૂગ પૂરૂષના જીવન વાતો દ્વારા વિદ્યાર્થી જીવનમાં પણ સત્યની રાહ પર ચાલીને પોતાના કૂટૂબનૂ અને સ્કુલનુ નામ રોશન કરવાની શીખ આપી. મોટા થઈને સાચા સારા 'ભારતીય ' નાગરીક બનીને વિદ્ધાર્થીઓને સફળતાની સીડીઓ પાર કરવાની શૂભેચ્છાઓ પાઠવી પ્રોગ્રામ આભાર વિધી સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો. રોયલ પ્રાયમરી સ્કુલ કેશોદ શહેરમાં ઈસ્લામિક તૌરતરીકા વાળી ફક્ત એકજ સ્કુલ છે. કે જ્યાં ફક્ત મુસ્લીમ વિદ્યાર્થીઓજ કે જી થી લઈને ધો , ૮ /- સુધી પ્રાથમિક પાયાનુ શિક્ષણ પ્રાપ્ત કરે છે. સાથે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરે છે.