રિપોર્ટર:પાર્થિવ દરજી પંચમહાલ
મોરવા હડફ સહિત જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં આવેલા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી વિવિધ પડતર પ્રશ્નોનો ઉકેલ નહી આવતા રાજ્ય સરકાર સામે પોતાની નારાજગી દેખાડવા સાથે વિરોધની શરૂઆત કરી હતી. તાલુકા પંચાયત કચેરી ખાતે ફરજના સમય પહેલા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી ઓ એકત્રિત થઈને સોમવારના રોજ કાળી પટ્ટી પહેરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. તલાટી કમ મંત્રીઓ એ ગ્રામ પંચાયત કચેરી ખાતે ફરજના સમય દરમિયાન કાળી પટ્ટી ધારણ કરીને પોતાની ફરજ નિભાવી હતી. તલાટી કમ મંત્રી મંડળ દ્વારા 27/9ના રોજ ફરજ પર હાજર રહીને પેન ડાઉન કરશે અને 1/10/21ના દિવસે તમામ તલાટીઓ સી. એલ મૂકીને તાલુકા પંચાયત કચેરી ખાતે બેનર સાથે દેખાવો કરી ને ઓનલાઇન કામગીરી તેમજ મહેસૂલી કામગીરી નો પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી બહિષ્કાર કરનાર છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તલાટી ક્મ મંત્રી મંડળ પોતાના પડતર પ્રશ્નોને લઇને અચોક્કસ મુદતની હડતાળ પર જાય તે પહેલા તેમના પડતર પ્રશ્નોનો નિકાલ કરે તે પણ જરૂરી છે.