હાલ ચાલી રહેલા કોરોના મહામારીના લોકડાઉન ના સમયમાં મોટા ભાગના નાના મોટા ઉધોગો બંધ છે ,તેવા સમયે ગામડામાં રહેતા અને દરરોજ નાની મોટી મજૂરી કરીને જીવન જીવતા લોકોને રોજગારી મળી રહે તે અંતર્ગત સરકાર દ્વારા મનરેગા યોજના હેઠળ રાજ્યસરકારશ્રીના સુજલામ સુફલામ અભિયાન -2020 અંતર્ગત તળાવ ઊંડું કરવાની કામગીરી ચાલી રહી છે,તેમાં હાલ કાલત્રા ગ્રામપંચાયત માં આ યોજના હેઠળ કામ ચાલી રહ્યું છે ,તેમાં તા-15/5/2020 ના રોજ જિલ્લા કક્ષાએથી આર.પી.ચૌધરી સાહેબ,જિલ્લા ગ્રામવિકાસ એજન્સી પંચમહાલ ગોધરા વી.એમ.નિસરતા ડી.ડી.પી.સી મનરેગા યોજના અને તાલુકા કક્ષાના અધિકારી ઓ,કર્મચારીઓ અને ગામના સરપંચની હાજરીમાં મુલાકાત લીધી હતી ,અને ત્યાં કામ કરતા લોકોને તેમના દ્વારા વીશ્વવ્યાપી કોરોના મહામારીના લોકડાઉન ના નિયમોનો પાલન કરીને કામ કરવું જોઈએ ,માસ્ક પહેરવું,સોશિયલ ડિસ્ટન્સ વગેરે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ,તથા આ રોગ ના લક્ષણો કેવા હોય છે ,કેવી રોતે ફેલાય છે ,અને તેના માટે સુ સુ ધ્યાન રાખવું જોઈએ વગેરે બાબતો વિશે તેમના દ્વારા સમજાવવામાં આવ્યું હતું