રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયં સેવકો દ્વારા રોટી સેવા થકી ઘરે ઘરે જઈને 3000 જેટલી રોટલી એકત્ર કરવામાં આવી અને શ્રમજીવીઓને ભોજન મળી રહે તે માટે શ્રી માંડવરાયજી યુવા ગ્રુપ દ્વારા સતત સેવા યજ્ઞ ચાલુ છે.
લોકડાઉન સમયે પોતાના વતન જવા માટે તત્પર શ્રમજીવીઓ મોરબી અને હળવદના આસપાસ ના વિસ્તારોમાંથી હળવદના જિન વિસ્તારમાં આવી પહોંચ્યા છે ત્યારે આ શ્રમજીવીઓ ને ભૂખ્યા સૂવું નો પડે તે માટે હળવદ ની વિવિધ સંસ્થાઓ એ ભેગા મળી અને સેવાયજ્ઞ આરંભ્યો છે જેમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના સ્વયંસેવકો રોટીસેવા થકી ઘરે ઘરે જઈને 3000 જેટલી રોટલી એકત્ર કરી હતી અને લોકડાઉન શરું થયું ત્યારથી શ્રી માંડવરાયજી યુવા ગ્રુપ દ્વારા પણ સતત ભોજન વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને હળવદ નગરપાલિકા દ્વારા પીવાના પાણીના ટેન્કરની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી શહેર ના જનતા ફૂડ મોલ દ્વારા તમામ શ્રમજીવીઓ માટે ભોજન વ્યવસ્થામાં મદદ મળી રહી છે ત્યારે આ મહામારીમાં સર્વે લોકો પોતાનું યોગદાન આપી અને કોરોના સામેની લડાઈ માં જીત મળે અને એ દરમિયાન કોઈ ને ભૂખ્યું સૂવું નો પડે તે માટે પ્રયત્નશીલ છે અને સેવા કાર્ય માં નિમિત બની રહ્યા છે ત્યારે શ્રમજીવીઓ ને વતન જવા માટે ની વ્યવસ્થા થાય તે માટે તંત્ર પ્રયત્નશીલ છે તેવું જાણવા મળ્યું છે.