રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ
એક તરફ લોકો જન્માષ્ટમી સહીતના તહેવારો પરીવાર સાથે ઉજવી રહીયા છે. ત્યારે જુનાગઢ જીલ્લાના માંગરોળ ખાતે અનિલ નામના ૩૦ વર્ષિય યુવાને પોતાના ઘરમા ગળે ફાસો ખાય જીવન ટુકાવ્યુ છે.
જીદંગીમા આર્થિક લાચારી અને બીમારી થી હાર માની અનીલે જીવન જીવવાનું માંડી વાળ્યું, અનિલ દેલવાણી નામના યુવાન પરીવાર સાથે ગોકુલ મીલ નજીક મફતીયા પરા વિસ્તારમાં રહે છે. જેઓ ગુજરી બજારમા જુના કપડા (ગાભા) વેચી પોતાના પરીવારનુ ગુજરાન ચલાવતા હતા,
અનીલની લાચારી એ હતી કે તેમને બે સંતાન છે. જેઓને વાલની બીમારી હોવાથી તમામ કમાણી ખર્ચમા જતા રહેતા હતા, અનિલની પત્ની ત્રીજી વાર સગર્ભા થતા ડોક્ટરની સલાહ મુજબ સોનોગ્રાફી કરાવતા ત્રીજા સંતાનને પણ વાલની બીમારી હોવાનું જાણવા મળતાં અનિલ ભાઈ ભાગી પડતા જીવન ટુકાવવાનુ વીચારી પોતાના ઘરે આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી,આર્થિક ભીંસ અને પરીવારમાં બીમારીઓ અને મોંઘવારીના મારને લીઘે અનિલના પરીવારનો માળો વિખરાય ગયો છે,
હાલ તો અનીલભાઈ પોતાની સગર્ભા પત્ની અને બે બીમાર બાળકોને કલોપાત કરતા છોડી ગયા છે,
સમગ્ર ગુજરાતમાં હાલ તહેવારો ની ઉજવણી ધામધૂમ થી થય રહી છે. ત્યારે અનિલ દેવાણી નામના યુવાનનો પરીવાર નોંધારો બન્યો છે..