રિપોર્ટર:ભૂપત સાંખટ અમરેલી
મહિલાઓ અને બાળાઓ બેડાઓ માથે લઈને દૂર દૂર સુધી પીવાના પાણી માટે ભટકી રહી છે .પણ સરકાર આવી કપરી પરિસ્થિતિમાં પણ હજુ ગરીબોને પીવાનું પાણી ભર ચોમાસે પણ પૂરું કરી શકતી ન હોય ત્યારે ગરીબોની હાલત કફોડી થઈ છે.
નાના કુવા જેવા કુબા માંથી મહિલાઓ અને નાની બાળાઓ પાણી સીંચી સીંચી ને ભરી રહી છે. પીવાના પાણી માટે આ ભર ચોમાસે લાંબી લાઈનો આ મહીલાઓ લગાવી ને બેઠી છે. જયારે આ કુવા જેવા કુટીયામાં મહિલાઓને પીઠ વાંકી કરીને અંદર જવું પડે છે. બાદ પાણી સીંચી સીંચી ને ભરવાની મજબૂરી છે. ત્યારે ભર ચોમાસે આવી પરિસ્થિતિ થઈ હોય ત્યારે તાઉતે વાવાઝોડું વીત્યાના આટલા મહિના બાદ પણ લાઈટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ ન થઈ હોવાનો વસવસો ખીચા ગામની મહિલાઓ વ્યક્ત કરી રહી છે. જ્યારે ગીરના જંગલ ને અડીને આવેલા ખીચા ગામ નજીક વન્યપ્રાણીઓનો વસવાટ વધુ હોય ત્યારે પીવાના પાણી માટે દરદર ભટકતી મહિલાઓ અને બાળકીઓ માટે સરકાર બેધ્યાન બની છે. પીવાનું પાણી પણ કુવા જેવા કુટીયા માંથી જીવજંતુ વાળું હોવા છતાં ખીચા ગામની મહિલાઓને પાણી પીવાની મજબૂરી છે.સરકાર મહિલાઓના સશક્તિ કરણની વાતો જોરશોરથી કરે છે. પણ ખીચા ગામની વાસ્તવિકતા અલગ હોવાનું મહિલાઓ જણાવે છે.