કોંગ્રેસ દ્વારા પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. અમદાવાદમાં 15 ઓગસ્ટે કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ ભવનથી લાલ દરવાજા અને ત્યાથી સરદાર બાગ સુધીની કૂચ કરીને 15 ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. જેમા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રેલીમાં જોડાયેલા એક પણ વ્યક્તિએ માસ્ક પહેર્યું નહોતું. સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા હતાં.
ગુજરાતમાં ક્રિકેટ મેચ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ બીજી લહેર આવી હતી. બીજી લહેર દરમિયાન લોકોને સારવાર માટે મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બેડ, ઓક્સિજન અને ઈન્જેક્શન માટે લોકોને પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડી હતી. રાજ્યમાં અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં કોરોનાના દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવા પણ લાઈનમાં ઉભા રહેવું પડ્યું હતું. આ સમયગાળામાં ઈન્જેક્શનના કાળા બજાર પણ સામે આવ્યાં હતાં. હવે બીજી લહેર પુરી થઈ ગઈ છે. અને ત્રીજી લહેરની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય લોકોમાં ત્રીજી લહેરનો ડર છે. ત્યારે ત્રીજી લહેર આવશે કે રાજકારણીઓ લાવશે એ સૌથી મોટો સવાલ છે.