પંચમહાલ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ખેતરમાં રહેલા મહામૂલ્ય પાક સુકાઈ જવાથી ભારે ચિંતિત થયા છે.

Uncategorized

રિપોર્ટર..પ્રિતેશ દરજી પંચમહાલ…

પંચમહાલ જિલ્લામાં અંદાજે ૭૦ ટકા ખેડૂતો વરસાદ આધારીત ખેતી કરતા હોય છે.ત્યારે પાછલા બે માસ દરમિયાન ચોમાસાની સિઝનનો 30 ટકા જ વરસાદ થયો છે.વરસાદ ખેંચાતા ખેડૂતો મહામૂલ્ય મકાઈનો પાક ખેતરમાં રહેલા મહામૂલ્ય પાક સુકાઈ જવાથી ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે. અમુક ખેડૂતના કૂવામાં પાણી તો હોય છે. પણ પાણી ખેંચવાની ડંકી ડિઝલથી ચલાવવાની હોવાથી ડીઝલના ભાવ પણ 100રૂપિયાની આસપાસ હોવાથી ખેડૂત .મોંઘવારીના માર વચ્ચે એક બાદ એક સમસ્યાથી હેરાન પરેશાન થતો હાલ જોવા મળી રહયો છે. ત્યારે સરકાર પાસે ડીઝલ સહિત બિયારણ ના ભાવ ઘટાડવામાં આવે તેમજ મોંઘવારી અંકુશમાં આવે તેવી માંગ કરી રહ્યા છે.અમુક ખેડૂતો પોતાના મહામૂલ્ય પાક નિષ્ફળ જવાની ભીતિ ને લઈને ખેડૂતનો આક્રોશ સરકાર સામે જોવા મળવા સાથે સરકાર માત્ર ખેડૂતો માટે વાતો કરતી હોય છે.તેમ કહેતા પણ ખેડૂતો હાલ ખચકાતા નથી, સરકાર હાલની પરિસ્થિતિને જોતાં જે રીતે ખેડૂતનો મહામૂલ્ય પાક સુકાઇ જવાની આરે હોય ત્યારે ડીઝલના ભાવ ઘટાડવા સાથે ખેડૂત યોગ્ય સહાય જાહેર કરે તે પણ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *