નવ નિયુક્ત કેન્દ્રિયમંત્રીઓ સતત પોતાના મત વિસ્તારમાં પ્રજાના સંપર્કમાં હોવાથી પ્રજાએ તેમને આશીર્વાદ આપીને સંસદમાં મોકલી આપ્યા છે. આ “જન આશીર્વાદ યાત્રા”માં વડાપ્રધાન મોદીની સરકાર દ્વારા થયેલા જન કલ્યાણ તેમજ વિકાસના કાર્યોની નક્કર માહિતી તેમજ આવનારા દિવસોમાં પોતાના મંત્રાલય દ્વારા વિકાસના કાર્યોની રૂપરેખા લોકો સમક્ષ રજુ કરશે. છેલ્લા 25 વર્ષથી તેમજ છેલ્લી ચુંટણીઓમાં જે રીતે પ્રજાએ મત આપી ભાજપની વિકાસની રાજનીતિ સ્વીકારીને સતત આશીર્વાદ આપતા રહ્યા છે. તે માટે પ્રજાનું ઋણ સ્વીકાર કરવા “જન આશીર્વાદ યાત્રા” થકી નવ નિયુક્ત કેન્દ્રિયમંત્રીઓ પ્રજાના દ્વાર સુધી જશે.
અમદાવાદમાં “જન આશીર્વાદ યાત્રા” 16મી ઓગસ્ટે સવારે 8.00 કલાકે ભદ્રકાળી મંદિરમાં દર્શન કરી પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ બોડકદેવ ખાતે પૂર્ણ થશે. ત્યારબાદ આ યાત્રા પ્રજાના આશીર્વાદ લેવા અમદાવાદ જીલ્લા આગળ પ્રસ્થાન કરશે.
. આ યાત્રામાં કેન્દ્રિય રાજ્ય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા સાથે, રાજ્યકક્ષા મંત્રી વિભાવરીબેન દવે, પ્રદેશ મહામંત્રી તથા મહાનગર પ્રભારી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ મંત્રી મહેશભાઈ કસવાલા, પ્રદેશ સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ શાહ, અનુ. જાતિ મોરચા અધ્યક્ષ ડો. પ્રદ્યુમ્ન વાજા, શહેર અધ્યક્ષ અમિતભાઈ શાહ, શહેર સંગઠનની ટીમ સહીત કાર્યકર્તાઓ જોડાશે.