રીપોર્ટર : દિપક જોષી ગીર સોમનાથ.
અંતે શ્રધ્ધા અને પરંપરા નો વીજય થયો.જાહેરનામા મા સૂધારો કરાશે..કલેક્ટર..રાજદેવ
સોમનાથ મા જ્યા હીરણ કપીલા સરસ્વતી નદી નો સંગમ થાય છે. ત્યા દેશ વીદેશ થી લોકો પિત્રૂતર્પણ કરવા આવે છે.ત્યારે શ્રાવણ માસે કલેક્ટરે ગ્રીન ટ્રીબ્યૂલન ના આદેશ મૂજબ સંગમ પર જાહેરનામૂ બહાર પાડી તેમા અસ્થી.ફૂલો.પિંડદાન નહી કરવા જણાવ્યુ હતું .આ આદેશ ના પગલે સોમનાથ તિર્થ પૂરોહીતો મા રોશ ફેલાયો હતો. કારણકે આ પૌરાણીક પરંપરા છે. સાથે તેઓ ની આજીવીકા હોય ત્યારે વીવાદ નો વંટોળ ઊભો થયો હતો.તિર્થપૂરોહીતો પરીવારો સાથે સંગમ પર ઊપવાસ આંદોલન પર બેસી ગયા હતા.અને તમામ આગેવાનો સમાજો એ આ આંદોલન ને સમર્થન આપ્યૂ હતૂ.
બનાવ ની ગંભીરતા ને લઇ ગાંધીનગર સૂધી ચર્ચા ઊઠી હતી. અંતે તંત્ર એ સમાધાન કર્યૂ હતૂ. અને કલેક્ટરે લૉકમાગ સામે જાહેરનામા મા સૂધારો કરી અસ્થી પીંડદાન પૂજા ની છૂટ આપતા મામલો ઠંડો પડ્યો હતો.અને ટ્રસ્ટ મેનેજર ચાવડા ના હસ્તે ઊપવાસી ઓ ને લીલા નાળીયેર પીવડાવી સૂખદ અંત લવાયો હતો.અને ભૂદેવો એ વેદ મંત્રો સાથે ત્રીવેણી સંગમ ની પૂજા કરી હતી..