રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
કેશોદ તાલુકાના રાણીંગપરા ગામે રહેતા કરશનભાઈ ડાભીના ખેતરમાં આવેલ પાણીના બોરમાં મોટરની સર્વિસમાં ફોલ્ટ થતાં બોરમાંથી મોટર બહાર કાઢવાની કામગીરી શરૂ હતી. તે દરમીયાન બોરમાંથી અચાનક પાણી બહાર આવવાની શરૂઆત થતાં ખેડુતો ત્યાંથી દોડીને દુર જતા રહ્યા. ત્યાર બાદ પાણીના બોરમાંથી ઓટોમેટીક પાણીનો ફુવારો ઉંચે સુધી પંદરથી વધુ મીનીટ સુધી પાણીનો ફુવારો છુટ્યો હતો. ત્યાર બાદ પાણીના પ્રેશરથી બોરમાં રહેલા આશરે 130 ફુટ પાઈપ લાઈન સર્વિસ ઈલેક્ટ્રીક મોટર સહીત પાણીના પ્રેશરથી બોરની બહાર ફેંકતા અંદાજે એક લાખથી વધુનું નુકશાન થયુ હોવાનું ખેડુતે જણાવ્યું હતું .
કેશોદ તાલુકાના રાણીંગપરા ગામે ખેતરમાં અનોખા દ્રશ્યો સર્જાયા હતા. આ બનેલી ઘટના સમયે મેઘ ધનુષના રંગો પણ આકાશમાં જોવા મળ્યા હતા. ચોમાસામાં અગાઉ પણ આવી રીતના ત્રણથી ચાર વખત અલગ અલગ ગામોમાં પણ આવી ઘટનાઓ બની હતી.