રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
માંગરોળ તાલુકાના અનેક ખેડુતો ઓછા વધતા પ્રમાણમાં કંટાલાની ખેતી કરી ચાર મહીના સુધી સારા ઉત્પાદન સાથે ખેત મજુરોને પણ રોલાની ખેતી કરતાં ખેડુતોને શરૂઆતમાં પ્રતીમણ ત્રણ હજાર રૂપિયા ભાવ મળી રહે છે. વચ્ચેના ગાળામાં ૧૫૦૦ જેટલો ભાવ મળેછે જ્યાકંટાલોની ખેતી કરી સારૂ વળતર મેળવતા ખેડુતો.
જગારી પુરી પાડવામાં સહભાગી બનેછેખાસ કરીને જુનાગઢ જિલ્લામાં માંગરોળ તાલુકાના કારેજ દરસાલી નગીચાણા ચાખવા નાંદરખી સહીતના ગામોમાં મોટા પ્રમાણમાં કંટોલાનુ ઉત્પાદન થાય છે. કંટોલીનું ફાગણ મહીનામાં વાવેતર કરવામાં આવે છે. જે ચોમાસાની શરૂઆતના સમયગાળામાં કંટાલાનું ઉત્પાદન શરૂ થાય છે.માંગરોળ તાલુકાના કારેજ ગામના ખેડુત પરેશભાઈ વિનુભાઈ બાલસ જેમણે ૧૪ વિઘામાં કંટોલાનુ વાવેતર કર્યુ છે. ખાતર બિયારણ રાસાયણિક ખાતર દવાના છંટકાવ સહીત પ્રતી વિઘે આશરે પંદર હજાર જેટલો ખર્ચ થાય છે. જેની સામે પ્રતિવિઘે ત્રીસથી પાંત્રીસ હજારનું ઉત્પાદન થાય છે. કંટોલાનું અમદાવાદ આણંદ બરોડા નડીયાદ સુરત સહીતના શહેરોમાં વેચાણ અર્થે મોકલવામાં આવે છે. માંગરોળ તાલુકાના કારેજ સહીત આજુબાજુના વિસ્તારમાં આશરે ત્રણસોથી ચારસો ખેડુતો ઓછા વધતા પ્રમાણમાં કંટોલાનું વાવેતર દર વર્ષે કરે છે.જે બાબતે ખેત મજુરી કરતા કારેજ ખેત મજુરી કરતા રતનબેન જોરાએ જણાવ્યું હતું. કે કંટોલીના વાવેતરથી ખેત મજુરોને પણ ચારથી પાંચ મહીના સુધી રોજગારી મળી રહે છે. જેનો અનેક પરિવારોને ફાયદો સાથે રોજીરોટી મેળવી રહયા છે.
કંટોલાનુ હાલમાં સારૂ ઉત્પાદન થઈ રહ્યુછે જે બાબતે મુલાકાતી ખેડુત ભીમસીભાઈ બારીયાએ જણાવ્યું હતું કે કંટોલીની ખેતી અતી મહેનત માગીલે છે આઠ મહીનાનો પાક છે. જેથી ખેડુતોએ વાવેતરથી લઈને છેવટ સુધી અતી મહેનત કરવી પડે છે. ખેડુતો મહેનત પ્રમાણે વળતર મેળવે છે સાથે ગરીબ પરિવારોને રોજીરોટી પણ મળી રહે છે.
કંટોરે ઉત્પાદનના છેલ્લા તબક્કામાં પ્રતીમણ પાંચસોથી સાત સો રૂપીયાનો બજાર ભાવ મળી રહેછે છતાં ખેડુતોને ખર્ચ બાદ કરતાં પ્રતી વિઘે વીસથી પચ્ચીસ હજાર સુધીની આવક મેળવે છે.