Us માં રહેતા રાજપીપલા ના વતની એ નાની બાળકીઓ ને ગૌરીવ્રત ની અનોખી રીતે ઉજવણી કરાવી

Narmada

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,અંકુર ઋષિ,રાજપીપળા

રાજપીપલા કૃષ્ણ મીરેકલ હવેલી ના અમેરિકા રહેતા વ્યક્તિ અસિત બક્ષી એ ગૌરી વ્રત નિમિતે 200 બાળકીઓ ને સૂકા મેવા નું વિતરણ કર્યું.

રાજપીપલા ના વતની અમેરિકા માં રેહતા અસિત બક્ષી એ રાજપીપલા માં ગૌરીવ્રત નિમિતે 200 જેટલી ઉપવાસ કરનાર બાળકીઓને સૂકા મેવા નું વિતરણ કર્યું હતું.આજે કોરોના ની બીજી લહેરમાં લોકો ના ધંધા રોજગાર છીનવાયા અને આ ગૌરીવ્રત માં ખાસ નાની બાળા હોઈ જેવો 5 દિવસ નો ઉપવાસ કરતા હોય છે. જેમાં પોતે આ 5 દિવસ માં અલુણા કરવાના હોઈ અને આ ઉપવાસ માં સૂકો મેવો જેવા કે કાજુ અખરોટ બદામ જેવા મેવા આ મોંઘવારી માં મા બાપ પોતાની દીકરીઓ ને આપી ન શકે ત્યારે us માં રહેતા અને હાલ વતન રાજપીપળામાં આવી નાની દીકરીઓ ને એક રમત ના રૂપ માં જમાડી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ રમત માં નાની બાળકીઓ માટે સૂકા મેવા નો એક ઢગલો કર્યો હતો.જે ઢગલો બાળકીઓ એ કેટ વોક કરતા કરતા જઈ ને લૂંટયો હતો.બાળકીઓને રમત પણ રમાડી હતી.જે બાળકીઓનો વિજેતા જાહેર થઈ હતી, તે બાળકીઓ ને પ્રોત્સાહન રૂપે ઇનામ પણ આપ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *