રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઉના
તૌકતે વાવાઝોડામાં દરિયાકાંઠાના વિસ્તારમાં સૌથી વધુ નુકસાની વેઠવાનો વારો જાફરાબાદ પંથકના લોકોને આવ્યો હતો. ત્યારે લોકોને સરકાર પાસે મોટી આશા હતી કે તેમને યોગ્ય નુકસાન સહાય સમયસર મળી રહેશે.પરંતુ લોકોની આશા ઠગારી નીવડી છે. વાવાઝોડા ને ૨ મહિના જેટલો સમય થવા આવ્યો પરંતુ હજું પણ મોટા ભાગના લોકો સહાય થી વંચિત છે. અથવા તો પૂરતો સર્વે કરવામાં આવ્યો નથી. તો બીજી તરફ રોજ બરોજ વધતા જતા પેટ્રોલ ડિઝલ અને ગેસ નાં ભાવો માં થતાં વધારાનાં પગલે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો મુશ્કેલી વેઠી રહ્યા છે. જેના કારણે લોકોમાં પણ ભારે આક્રોશજોવા મળ્યો છે. ત્યારે જાફરાબાદ ખાતે કોંગ્રેસ નાં ધારાસભ્ય અંબરીષ ડેર તથા પ્રદેશ કોંગ્રેસ અગ્રણી પ્રવિણભાઈ બારૈયા અને પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય ટીકુભાઈ વરુ ની ઉપસ્થિતિ માં જાફરાબાદ મામલતદાર કચેરી એ લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અને આવેદનપત્ર આપતા રજૂઆત કરી હતી કે તૌકતે વાવાઝોડામાં જાફરાબાદ તાલુકામાં ભારે નુકસાની સર્જાઇ છે. ત્યારે સરકાર દ્વારા જાહેર કરેલ સહાયમાં યોગ્ય સર્વે કરવામાં આવ્યો નથી તેમજ ધણાં ફોર્મ ગુમ પણ થયેલા છે. તો ધણાં લોકો નાં ખેતીવાડી વિસ્તારમાં હજુ પણ વીજ પુરવઠો કાર્યરત થયો નથી તેનાં કારણે ખેડૂતો હેરાન પરેશાન છે તેમજ જેમનાં ફોર્મ મંજૂર થયા તેમને પણ હજું સુધી નાણાં મળ્યા નથી. તેમજ સહાય ચુકવણીમાં પણ મળતીયાઓ અને લાગતાં વળતા લોકો ને સંપૂર્ણ નુકસાન સહાય નાં ફોર્મ મંજૂર કર્યા પરંતુ ખરેખર જરૂરીયાતવાળા પરિવારો હજું પણ સહાય થી વંચિત છે. ત્યારે લોકોમાં ભારે આક્રોશ છે બીજી તરફ વધતાં જતાં પેટ્રોલ ડિઝલ અને રાંધણ ગેસ નાં ભાવો નાં કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો નું બજેટ ખોરવાયું છે ત્યારે સરકાર દ્વારા કરેલ ધરખમ ભાવ વધારો પરત ખેંચવાની માંગ સાથે ખૂબ મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં રાજુલા જાફરબાદ ખાંભા મતવિસ્તાર ના ધારાસભ્ય અંબરીષભાઈ ડેર તથા પ્રદેશ કોંગ્રેસ અગ્રણી પ્રવિણભાઈ બારૈયા અને પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય ટીકુભાઈ વરૂ, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ બાંભણીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઈ પરમાર, તાલુકા પચાયતના વિપક્ષ નેતા નાથાભાઈ ભાલાળા સહિત જાફરાબાદ શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો તેમજ શહેર/તાલુકા પંથકમાં માંથી આવેલા લોકો સાથે રાજ્યપાલ ને મામલતદાર મારફતે આવેદનપત્ર આપ્યું હતું.