રિપોર્ટર :સુરેશ પગી મહીસાગર
જળ શક્તિ મંત્રાલય અંતર્ગત દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચે તે માટે “નલ સે જલ” યોજના શરૂ કરી છે જે અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં આગામી વર્ષ 2022ના અંત સુધીમાં રાજ્યમાં ‘જ્યાં ઘર હશે ત્યાં નળ હશે’ તેવા સંકલ્પ સાથે સરકાર આગળ વધી રહી છે દરેક ઘર સુધી પીવાનુ શુધ્ધ પાણી પહોંચે તે માટે નલ સે જલ યોજના અંતર્ગત જિલ્લામાં દરેક ઘરમાં પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવાનું લક્ષ્યાંક રાખ્યુ છે ત્યારે અવરજવર માટે માત્ર જળ માર્ગ છે સાધનસામગ્રી લઈ જવી મુશ્કેલ છે તેવા મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના છેવાડાના ગામ મોટીરાઠના ૨૦૦ થી વધુ ઘરો ધરાવતા રાઠડા – ચાંદરી બેટમાં સરકારની દ્રઢ સંકલ્પશક્તિથી નલ સે જલ યોજના અંતર્ગત ઘરના આંગણા સુધી પાણી પહોંચી ગયું છે. પહેલા આ ગામના લોકોને ચોખ્ખું પીવાનું પાણી નસીબમાં ન હતું મોટા ભાગના ગ્રામજનો ડેમના પાણી ઉપયોગમાં લેતા ત્યારે આજે ગ્રામજનોને દિવસમાં બે વાર શુદ્ધ પાણી મળી રહે છે ઘર આંગણે પાણી મળતા હવે પાણી માટે પરિવાર ને દર દર ભટકવું પડતું નથી ઘર આંગણે શુદ્ધ પાણી મળતા સ્થાનિક મહિલાઓ તેમજ ગામના સરપંચ સરકારનો અને નરેન્દ્ર મોદી નો આભાર વ્યક્ત કરી રહ્યા છે