હળવદના કડિયાણા ગામે પોલીસ સાથે માથાકૂટ કરી ગાડી માથે ચડાવવાનો પ્રયાસ

Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદના કડીયાણા ગામ પાસે પોલીસ સાથે માથાકૂટ કરીને ગાડી સ્ટાફના માણસો પર મારી નાખવાના ઈરાદે નાખી આરોપી ગાડી લઈને નાસી ગયાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે.

 હળવદ પીઆઈ એસ જી ખાંભલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે લોકડાઉન ચાલતું હોય અને પોલીસ કર્મચારીઓ પોતાની કાયદેસર ફરજમાં હોય ત્યારે આરોપી અશોકસિંહ દરબાર રહે કડીયાણા તા. હળવદ વાળાએ તેના કાર્યકર રવજીભાઈ દલવાડી સાથે પોલીસે માથાકૂટ કરી હતી જેનું મનદુઃખ રાખી પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તણુક કરી ગાળો આપી હળવદમાં પોલીસ સ્ટેશનમાં કેમ નોકરી કરો છો. તમને હું જોઈ લઈશ કહી ધમકી આપી ધક્કો મારી પાડી દઈ પોલીસની કાયદેસર ફરજમાં રૂકાવટ કરી સફેદ કલરની ગાડી એકદમ સ્પીડમાં સ્ટાફના માણસો પર મારી નાખવાના ઈરાદે ગાડી લઈને નાસી ગયાનો ગુન્હો નોંધાયો છે. હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *