રિપોર્ટ:-જયેશ મારડિયા ઉપલેટા
23 માર્ચ શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે વાત કરીએ તો શહીદ દિવસ નિમિત્તે દેશમાં અને દેશ માટે જેમને પોતાનું બલિદાન આપી દીધું એવા દેશના શહીદ વીરોને યાદ કરી સૌ કોઈ તેમના કાર્યોને અને તેમની વીરતા અને બલિદાનને યાદ કરી શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશ અને દેશના લોકો માટે જેમને પોતાનું બલિદાન દઈ દીધું એવા ભારતના શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપવા રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ઉપલેટા તાલુકા પત્રકાર સંઘના જયેશ મારડિયા અને આશિષ લાલકિયા મશાલ રેલીમાં જોડાયા હતા. અને દેશના વીર અને શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.