આજે 22 માર્ચ છે. આજથી એક વર્ષ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર દેશમાં જનતા કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ લોકડાઉનનો એક પ્રયત્ન હતો. અને 25 માર્ચથી કોરોનાના વધતા આંકડાઓ વચ્ચે દેશમાં લોકડાઉન લગાવવાનું શરૂ થયું.છતાં પણ કોરોનનો કહેર વધતો જતો હતો. પી ,એમ દ્વારા ૪ લોકડાઉં કરવામાં આવ્યા હતા. એકથી બીજું, બીજાથી ત્રીજું અને ત્રીજાથી ચોથું લોકડાઉન લાગ્યું હતું.આ વર્ષે 16 જાન્યુઆરીથી વેક્સિન આપવાની શરૂ થઈ હતી. અત્યારસુધીમાં 4.5 કરોડથી વધુ વેક્સિનના ડોઝ લગાવવામાં આવ્યા છે, પરંતુ માત્ર 75 લાખ લોકોને જ વેક્સિનના બંને ડોઝ આપી શકાયા છે. વર્ષભરથી કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા તેજ પ્રતાપ તોમર કહે છે, વેક્સિન એ ઇમ્યુનિટી બૂસ્ટર છે, ઉપાય નથી. જ્યાં સુધી 40થી 50 કરોડ લોકોને વેક્સિન આપવામાં નહીં આવે ત્યાં સુધી હર્ડ ઇમ્યુનિટી નહીં આવે. ત્યાં સુધી આપણે બધાએ સાવચેતી રાખવી પડશે. ત્યારે જ પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાશે. જો આપણે આ જ રીતે બેદરકાર બની રહ્યા તો એક વર્ષ પહેલાં જેવી સ્થિતિ ફરીથી જોવા મળી શકે છે.