બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
નર્મદા જિલ્લાના તિલકવાડાના ગેગડીયા ગામની યુવતી ઘરમાં કોઈને પણ કઈ કહ્યા વિના ક્યાંક ચાલી જતા માતાએ તિલકવાડા પોલીસ મથકે જાણ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ગેગાડીયા ગામના નયનાબેન ઉર્ફે સુમીત્રાબેન ભુપેન્દ્રભાઇ બારીયાએ પોલીસને જાણ કર્યા મુજબ તેમની છોકરી નામે કરીશમાબેન પોતાના ઘરમાં કોઇને પણ કહ્યા વગર કયાંક ચાલ્યા ગયેલ છે. અને શરીરે પાતળી કાઠીની છે અને શરીરે કાળા કલરની ટી શર્ટ પહેરેલ છે. અને આછા ગુલાબી કલરનો પ્લાઝો પહેરેલ છે તે રંગે ધઉવર્ણની ઉ.વ .૧૯,તેને ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરેલ છે,જે ગુમ થતા તેની ઘણી શોધખોળ બાદ કોઈ પત્તો ન લાગતા આખરે પોલીસે તેની શોધખોળ આદરી છે.