ગોધરામાં લાલબાગ મેદાન ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ચૂંટણી લક્ષી જાહેર સભા યોજાઈ..

Godhra Latest Panchmahal

ગોધરામાં લાલબાગ મેદાન ખાતે રાજ્યના મુખ્યમંત્રીની ચૂંટણીની જાહેરસભા યોજાઇ હતી.જેમાં મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવા સાથે મુસ્લિમોએ પણ કોંગ્રેસને જાકારો આપ્યો છે. ઓવૈસીની પાર્ટી અમદાવાદમાં 8 બેઠક જીતી છે.આગામી વિધાનસભા સત્રમાં લવ જેહાદનો કાયદો લાવવામાં આવશે. અને હિન્દુ યુવતીઓનું ધર્માંતરણ રોકવામાં આવશે. હિન્દુની છોકરીઓને કોઈ ઉઠાવી જાય એ હવે ચાલશે નહી.

પંચમહાલ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂટણીઓનો પ્રચાર અંતિમ ચરણમાં છે. મહાનગર પાલિકાની ચુટણીમાં ભાજપએ જીત મેળવ્યા પછી પાલિકા અને પંચાયતની ચુટણીમાં વિજય મેળવવા ભાજપ હવે કમર કસી રહી છે. પંચમહાલની એક જીલ્લા પંચાયત,સાત તાલૂકા પંચાયંત અને બે નગરપાલિકાની ચૂટણી તારીખ 28ના રોજ યોજાનાર છે. ત્યારે ગોધરા લાલબાગ મેદાન ખાતે સી.એમ વિજયરૂપાણીએ જાહેર ચુટણીસભાને સંબોધન કર્યુ હતુ. જ્યા સૌ ઉપસ્થિત ભાજપાના ધારાસભ્ય સી.કે.રાઉલજી, રતનસિહ રાઠોડ અને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે પારંપરિક મોમેન્ટો,કડુ,તલવાર અને સાલ ઓઢાડીને સ્વાગત કર્યુ હતુ. ચૂંટણી સભામાં CM રૂપાણીએ કોંગ્રેસ પર ધારદાર પ્રહારો કરતાં કહ્યું કે, કોંગ્રેસ વિપક્ષમાં બેસવાને પણ લાયક નથી. આગામી ચૂંટણીમાં કોંગ્રેસની ભૂંડી હાર થશે. મહારાષ્ટ્રમાં કોરોના બેકાબુ બન્યો છે.અમદાવાદમાં મુસ્લિમોએ પણ કોંગ્રેસને જાકારો આપ્યો હતો. ઓવૈસીની પાર્ટી અમદાવાદમાં 8 બેઠક જીતી છે.આ ઉપરાંત સભામાં CM રૂપાણીએ લવ જેહાદના મુદ્દે પણ વાત કરી હતી. તેઓએ કહ્યું કે, આગામી વિધાનસભા સત્રમાં લવ જેહાદનો કાયદો લાવવામાં આવશે. અને હિન્દુ યુવતીઓનું ધર્માંતરણ રોકવામાં આવશે. હિન્દુની છોકરીઓને કોઈ ઉઠાવી જાય એ હવે ચાલશે નહી. સાથે વિજયરૂપાણીએ કોંગ્રેસ પર સીધા ચાબખા કર્યા હતા. આ જાહેર ભાજપની ચૂંટણી સભામા મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને ભાજપ અગ્રણી ઊપસ્થિત રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *