રિપોર્ટર: જીતુ પરમાર માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સામરડા ગામે સેવા ભવી યુવાન સોમતભાઇ વાસણ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્રી નિદાન કેમ્પનું આયોજન ગામડેથી શહેર સુધી લોકોને નાની મોટી બીમારી માટે લાંબુ ના થવું પડે તે માટે કેમ્પની આયોજન કરાયું હતું
આ કેમ્પમાં દવા પણ મફત અપાઈ હતી. ખાસતો ગરીબોને પોતાના જ ગામમાં સારી એવી મેડીકલ સુવિધા મળી રહે તેવા હેતુ સાથે આ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં જરૂરીયાત મંદોને દવાનું પણ ફ્રી માં અપાઈ હતી. ખાસ વાત કરવામાં આવે તો હાલમાં સામરડા ગામના સેવાભાવી અને ગૌ શાળાની અનેક સેવાઓ સાથે સંકળાયેલા છે એવા સોમતભાઇ વાસણ લોકોની સેવાની જ સુજ ધરાવતા આ સેવાભાવી દ્વારા પોતાના ખર્ચે આ ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં નામકીય ડોકટરો દ્વારા તપાસવામાં અને છસો થી વધારે દર્દિઓને આ કેમ્પનો લાભ લીધો હતો.