રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
તાલુકા જિલ્લા પંચાયત બેઠકો મતદાન હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મતદારોને રીઝવવા ઉમેદવારો જનસભા સંબોધન કરી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા એક વિશાળ જનસભાને સંબોધિત કરવામાં આવી હતી અને બહુમતી ભાજપના તાલુકાના અને જિલ્લાના ઉમેદવાર ચૂંટી કાઢવા આહવાન કરવામાં આવયુ હતું. જન સભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપના માલનીયાદના તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર મનસુખ ભાઈ કણજારીયા અને જિલ્લા પંચાયત બેઠક ઉમેદવાર ચંદુભાઈ સિહોરાના સમર્થનમાં જંગી જનસભા યોજાઈ હતી. જેમાં દલવાડી સમાજ ના અગ્રણી અને વઢવાણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રણછોડભાઇ દલવાડી પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા ઝાલા સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપને જંગી મતોથી જીત આપવા માટે સઁકલ્પ કર્યો હતો.