બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
રાજપીપળા એસ.ટી ડેપોમાં રોજ સાંજના સમયે બે કલાક પોલીસની હાજરી જરૂરી જણાઈ છે કેમ કે શાળા છૂટ્યા બાદ મોટી સંખ્યામાં ટોળે વળતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ વચ્ચે થતા ઝગડા તથા પ્રેમલાપના દ્રશ્યો શરમજનક છે સાથે સાથે ભણવાની ઉંમરમાં વ્યસનના રવાડે ચઢેલા કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી ક્યારેક મોટું સ્વરૂપ ધારણ કરે તેવી પણ સંભાવના વર્તાઈ રહી છે.
અગાઉના વર્ષોમાં ઘણી વખત મારામારીની ઘટનાઓ બનતા પોલીસે ડેપો પર ખાસ બંદોબસ્ત મુક્યો હતો. પરંતુ હાલ ત્યાં કોઈ તૈનાત ન હોવાથી કેટલાક તોફાની તત્વોને મોકળું મેદાન મળતા ડેપોમાં મારામારીની ઘટના લગભગ રોજિંદી બનતી જોવા મળે છે સાથે-સાથે અભ્યાસ કરવા આવતા ઘણા વિદ્યાર્થીઓ વ્યસનના રવાડે ચઢેલા પણ દેખાઈ છે. જેમાં સિગારેટ, ગુટકા સહિત અમુક તો દારૂના નશામાં પણ હોવાની વાત જાણવા મળી છે માટે આવા કેટલાક તોફાની તત્વો પર લગામ જરૂરી હોય એસ.ટી ડેપો ઉપર નિયમિત પોલીસ પોઇન્ટ મુકાઈ તે જરૂરી છે.