રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
વર્ષો જુની કહેવત છે કે મે (વરસાદ) મરણ અને મોંઘવારી ક્યારે આવે કોઈને ખબર ન પડે પણ હાલ જાણે મોંઘવારી ઝડપી ગતીએ વધી રહી છે ખરેખર જે વસ્તુઓમાં મોંઘવારી આવવી જોઈએ તેના બદલે જીવન જરરીયાત વસ્તુઓ સસ્તી થઈ રહી છે અને જે જીવન જરૂરી વસ્તુઓનું દિવસ રાત મહેનત કરી તૈયાર કરે છે તેવા અન્નદાતાની ખેત પેદાશોમાં વર્ષોથી ભાવ વધારો જોવા મળતો નથી.
છેલ્લાં એક વર્ષની વાત કરીએ તો ઘરેલું ઉપયોગી રાંધણગેસના ભાવ ગત વર્ષે ૭૧૬ ભાવ હતો જે હાલમાં ૭૮૮ એ પહોંચ્યોછે જે એક વર્ષમાં ૭૧ રૂપીયાના ભાવ વધારા સાથે ગ્રાહકોને કેન્દ્ર સરકાર તરફથી મળતી ૨૧૬ રૂપીયા સબસીડી બંધ કરી દેવામાં આવીછે કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને મફત ગેસ કનેકશન આપી ગરીબોને મળતું કેરોસીન બંધ કર્યુ હવે સબસિડી બંધ કરી ગરીબોને લુટી રહીછે કેન્દ્ર સરકારે ગેસની સબસીડી બંધ કરી તેમાંથી જ ૩૧૮ કરોડની આવક કરી રહી છે ખરેખર દેશ બદલ રહા હૈ? ઘર ઉપયોગી રાંધણગેસના ભાવ બાબતે કેશોદના ગૃહીણી સલમાબાનુ શાહમદારે જણાવ્યું હતું કે ઘર ઉપયોગી ગેસ સિલિન્ડરનો ભાવ ૫૦૦ રૂપીયા સુધી હોવો જોઈએ
પેટ્રોલ ડીઝલના ભાવ બાબતે વાત કરીએ તો એક વર્ષમાં ૧૮ થી ૧૯ રૂપીયા જેટલો પ્રતી લીટરે ભાવ વધારો થયો છે ગત વર્ષે પેટ્રોલના ભાવ ૭૦.૧૩ રૂપીયા પ્રતિ લીટર હતો જે હાલમાં ૮૭.૫૭ છે ડીઝલનો ભાવ ગત વર્ષે ૬૮.૪૪ જે હાલમાં ૮૬.૯૫ છે હજુ પણ ભાવ વધારો આવશે લોકોના માનવા પ્રમાણે ટુંક સમયમાં પ્રતિ લીટર ૧૦૦ રૂપીયા થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે વાહન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા લોકોને તથા ખેત ઉપયોગી વાહનોમાં ડીઝલનો ભાવ વધારો મોટી આર્થિક નુકશાની વેઠવી પડે છે આ બાબતે કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામના ખેડુતે પોતાના અભિપ્રાયમાં જણાવ્યું હતું કે મારે ૧૬ વિઘા જમીનછે જેમાં ખેતી માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરૂછુ દર વર્ષે બસ્સો લીટરથી વધુ ડીઝલનો ઉપયોગ થાયછે જેનો એક વર્ષનો માત્ર ભાવ વધારો ગણીએ તો ચારથી પાંચ હજાર સુધીનો ગણી શકાય
મોટા ભાગના ખેડુતો દ્વારા ઘઉનું વાવેતર કરવામા આવેછે પણ ખેડુતોને ઘઉના પોષણક્ષમ ભાવ મળતા નથી ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પણ ઘઉના બજાર યથાવત જ છે ગત વર્ષે ઘઉના ઉત્પાદનની શરૂઆતમાં પ્રતિ મણ ૩૧૫ થી ૩૫૦ સુધીનો ભાવ હતો જે હાલમાં ૩૨૦થી ૩૪૦ ભાવ ખેડુતોને મળી રહ્યોછે જે ગત વર્ષની સરખામણીએ ઘઉના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જે ખેડુતોની ખુશી છીનવી રહ્યો છે. ઘઉના ભાવ બાબતે કેશોદ તાલુકા ભારતીય કિસાન સંઘ મંત્રી હરીભાઇ મેનપરાના જણાવ્યા મુજબ ખેતરની ખેડ ખાતર બિયારણ વાવેતર નિંદામણ નાશક દવા સાતથી આઠ પાણી મજુરી વિજળી ઘઉની કાપણી અને ફરીથી ખેતરની ખેડ સહિત પ્રતી વિઘે ચારથી પાંચ હજારનો ખર્ચ થાયછે જેની સામે પ્રતી વિઘે ૩૦ થી ૪૦ મણ સુધીનું ઉત્પાદન થાયછે જે જોતા ખેડુતોને ઓછામાં ઓછો પ્રતી મણ સરેરાશ ૪૦૦ રૂપીયાથી વધુ ભાવ મળવો જોઈએ ક્વોલિટી મુજબ ૫૦૦ સુધીનો ભાવ હોવો જોઈએ
મોટા ભાગના ખેડુતો ખેતી સાથે પશુ પાલન સાથે સંકળાયેલાછે દુધાળા પશુને ખોળ કપાસીયા ઘાસચારો અને દિવસ રાત દેખભાળ કરી કરેછે દુધનું વેચાણ કરેછે તો સરેરાશ પ્રતી લીટર ૪૦ રૂપીયા ભાવ મળેછે સુકો તથા લીલો ઘાંસચારો ખોળ કપાસીયા સહીત એક દુધાળા પશુ પાછળ દર મહિને ઓછામાં ઓછો ૧૦થી૧૨ હજારનો ખર્ચ થાયછે જેની સામે એક દિવસનું બે સમયનું દશ લીટર દુધ ગણીએ તો એક દિવસનું ૪૦૦ રૂપીયાનું દુધ થાયછે જે એક મહીનાનું ૧ર હજારનું દુધ થાયછે એટલે કે જેટલો ખર્ચ એટલી આવક જે બાબત પશુ પાલન કરતા અને કેશોદમાં ગ્રાહકોના ઘરે જઈને દુધનું છુટક વેચાણ દેવાભાઈ પીઠીયાએ જણાવ્યું હતું કે પ્રતી લીટર ૭૦થી૮૦ રૂપીયા ભાવ મળવો જોઈએ.
લોખંડ હાર્ડવેર સિમેન્ટ ખેત ઓજારો સહીતમાં સતત ભાવ વધારો થઇ રહ્યો છે જેની સામે ખેત ઉત્પાદનોની કિંમતમાં વધારો જોવા મળતો નથી જ્યારે વર્ષમાં એકાદ વખત શાકભાજીના ભાવમાં તેજી આવેછે તો મોંઘવારી ફાટી નિકળીછેની વાતો થવા લાગેછે પણ આઠ મહીનાથી વધુ શાકભાજી મફતના ભાવમાં મળેછે ત્યારે ખેડુતને મજુરી પણ મળતી નથી તેનો કોઈ વિચાર કરતું નથી હાલમાં પાન મસાલા સોપારીના ભાવમાં પ્રતી મણ બે હજારથી વધુનો ભાવ વધારો ઝીંકાયોછે ૧૮ રૂપીયામાં પાન મસાલો ખાવો પરવડેછે પણ ધાણા જીરૂ ચણા તુવેર મગ અડદમાં ભાવનો ચમકારો આવે તો લોકો કહેછે કે ગૃહીણીઓનું બજેટ ખોરવાયું ભાવ આસમાને પહોંચ્યા પણ તેમાં ભાવ વધારો થશે તો ખેડુતોને પણ તેનો લાભ મળશે તે ન ભુલવું જોઈએ
સરકાર દ્વારા ખેડુતો માટે કરોડો રૂપીયાનું બજેટ ફાળવવામાં આવે છે પણ મીસ્ટર ઈન્ડીયાના અનિલ કપુરની જેમ કેમ ક્યાય દેખાતું નથી? એવું લાગી રહ્યું છે ડીઝીટલ ઇન્ડીયામાં જમાના સાથે તાલ મીલાવતા ખેડુતો આધુનિક ખેતી અપનાવી રહયા છે પણ શું ખરેખર સમૃધ્ધ બન્યાછે? ખેડુતોની હરીયાળી ક્રાંતિ ક્યારે આવશે? દેશ બદલ રહા હૈ? ખેડુતોને સમૃદ્ધિ તરફ લઈ જવા માટે ખેડુતોના નશીબ ક્યારે બદલશે?