નર્મદા: ભ્રષ્ટાચારનો પર્યાય બનેલો પોઈચા બ્રિજ સંપૂર્ણ બંધ રાખવાની અરજી નામંજુર..

Latest Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા

નર્મદા અને વડોદરા જિલ્લાને જોડતો શ્રીરંગ સેતુ બ્રિજના નિર્માણમાં કરોડો રૂપિયા ખર્ચાયા હતા. એ બ્રિજ બન્યા બાદ વાહનોના અવર જવર માટે ચાલુ રહેવા કરતા સમારકામ માટે બંધ વધુ રહ્યો છે. બ્રિજના નિર્માણમાં જેટલો ખર્ચ થયો છે એટલો ખર્ચ એના સમારકામ પાછળ થયો છે ત્યારેએ બાબત બ્રિજ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાની ચાડી ખાય છે. હાલમાં જ 5 મહિનાથી એ બ્રિજ સમારકામ માટે ભારે વાહનો માટે બંધ હતો ત્યારે 17/2/2021 થી 17/3/2021 સુધી સંપૂર્ણ બંધ રાખવા વડોદરા જિલ્લા નાયબ કાર્યપાલક ઇજનેરે સરકાર પાસે મંજૂરી માંગી હતી, સરકારે બ્રિજ સંપૂર્ણ બંધ રાખવા મનાઈ ફરમાવતો હુકમ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. અત્રે એ ઉલ્લેખનિય છે કે શ્રી રંગ સેતુ બ્રિજને 7/11/2020 ના રોજ આવેલા હળવા ભૂકંપના આંચકાને લીધે નુકશાન થયું હતું.ત્યારથી આ બ્રિજ ભારે વાહનોના અવરજવર માટે બંધ કરાયો છે. હવે બ્રિજનું સમારકામ અંતિમ તબક્કામાં હોવાથી એક મહિના માટે સંપૂર્ણ બંધ રાખવાની તંત્રએ સરકાર પાસે મંજૂરી માંગી હતી.

જો કે એ અરજી હાલ પૂરતીના મંજુર કરાઈ છે. એનું કારણ માત્ર ને માત્ર સ્થાનિક સ્વરાજ ચૂંટણી જ હોઈ શકે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લીધે ચૂંટણી નિરીક્ષકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જતા હોવાથી આ બ્રિજ સંપૂર્ણ બંધ ન રાખવા સૂચના અપાઈ હોવાની ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ ચૂંટણી પતશે અને પરિણામ જાહેર થશે એ બાદ આ બ્રિજને એક મહિના માટે સંપૂર્ણ બંધ કરાશે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

આ બ્રીજ બન્યા બાદ વારંવાર પોતાના નબળા બાંધકામને કારણે સમારકામ માટે બંધ કરવાની ફરજ પડતી હતી.અગાઉ પણ 2014 મા બે માસ કરતાં વધુ સમય માટે આ બ્રીજ સમારકામ માટે બંધ કરવામા આવ્યો હતો.ત્યાર બાદ સમયાંતરે સર્વિસ કે રીપેરીંગ ના કારણોસર ભારદારી વાહનો માટે કે આશિંક રીતે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી.આ બ્રિજ બંધ થવાથી વડોદરા ધંધા સાથે જોડાયેલા લોકો અને તબીબી ઈમરજન્સી વધુ સઘન સારવાર માટે વડોદરાની હોસ્પીટલોના ચક્કર કાપતા દર્દીઓ અને ઈમરજન્સી સારવાર માટે વડોદરાની એસ.એસ.જી અને અન્ય હોસ્પીટલો ઉપર આધાર રાખતાં દર્દીઓ કફોડી હાલતમા મુકાઈ જશે તે નક્કી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *