રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા
શહેરા નગરપાલિકાની ચૂંટણીને લઈને મતદારો યોગ્ય રીતે મત આપી શકે તે માટે EVM થી કેવી રીતે મતદાન કરવું તેનો ડેમો બતાવીને સમજ અપાઈ હતી. આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ પંચમહાલ જિલ્લાના શહેરામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સાથે-સાથે નગરપાલિકા ચુંટણી પણ યોજાવાની છે, જેને લઈને શહેરા નગરપાલિકાની ચુંટણીમાં ઉમેદવારી કરવા માંગતા લોકો ઉમેદવારી ફોર્મ ભરવાની તૈયારીમાં લાગી ગયા છે, જ્યારે બીજી તરફ આ ચૂંટણીમાં નગરપાલિકા વિસ્તારના મતદારોમાં EVM મશીન અંગે જાગૃતિ આવે અને યોગ્ય રીતે મતદાન કરી શકે તે માટે શહેરા નગરના વિવિધ વિસ્તારોમાં જઈને EVM મશીનની સમજ આપવા માટે મુકવામાં આવેલ તજજ્ઞ ટ્રેનર દ્વારા મતદાન સમયે EVM મશીનમાં કઈ-કઈ પ્રક્રિયા કરશે તો યોગ્ય રીતે મત આપી શકાશે તેનો ડેમો કરીને મતદારોને સમજ અપાઈ હતી,તો મતદારોએ પણ ડેમો દ્વારા મતદાન કરીને માર્ગદર્શન મેળવ્યું હતું. પહેલી વખત જે મતાધિકારનો ઉપયોગ કરવાના છે તેવા યુવાઓએ પણ તેનો લાભ લીધો હતો.