નર્મદા: છોટુ વસાવાએ કહ્યું હિંદુ ધર્મની સ્થાપના કોણે કરી બતાવો તો મનસુખ વસાવાએ આપી આ સાબિતી…

Latest Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા BTP-AIMIM ગઠબંધનના નેતા ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાના હિંદુ ધર્મ વિરુદ્ધ એક વિવાદીત નિવેદન આપતા ખળભળાટ મચ્યો છે. તો સામે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પણ એમને સણસણતો જવાબ આપ્યો છે.
છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતુ કે ઈકો સેન્સેટિવ ઝોન અને ગામડાના લોકોને બેરોજગરી એ અમારો મુખ્ય મુદ્દો હશે. સરકાર આદિવાસીઓ અને મુસ્લિમોને માણસ ગણતી જ નથી ગણતી, એટલે જ માનવતાના આધારે BTP-AIMIM નું ગઠબંધન થયું છે. જો સરકાર આદિવાસીઓને હિંદુ ગણતા હોય તો અમને શિડ્યુલ 5-6 આપી દેવા જોઈએ. દેશના આદિવાસીઓ હિંદુ છે એવુ જો ભાજપ માનતું હોય તો મગજમાંથી કાઢી નાખે. આદિવાસીઓ હિંદુ છે જ નહીં અને જો ઈતિહાસ જુઓ તો બ્રાહ્મણો પણ હિંદુ નથી. હિંદુ ધર્મની સ્થાપના કોણે અને ક્યારે કરી એ અમને બતાવો.

છોટુભાઈ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે અમારી પાસે મુસ્લિમ, આદિવાસી અને ઓબીસીના મત છે. એ મત ભેગા કરી અમે ચૂંટણી લડીશું. ભાજપ મુસ્લિમ, આદિવાસી અને ઓબીસીમાં ભાગલા પડાવી રહ્યું છે. AIMIM ના અસદુદ્દીન ઓવૈશીને ગુજરાતમાં આવતા કોઈ રોકી નહિ શકે. આ નરેન્દ્ર મોદીનો દેશ નથી મોદી તો 5 વર્ષ દેશના ફક્ત ટ્રસ્ટી છે.

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આદીવાસીઓ હિંદુ હતા છે અને રહેશે. આદિવાસીઓ આદી અનાદી કાળથી હિંદુ છે. શબરી માતા આદિવાસી હતા. એમણે હિંદુ દેવ શ્રી રામની ભક્તિ ઉપાસના કરી હતી. હિંદુ ધર્મની સ્થાપનાની તો ઘણી બધી સાબિતી છે. હિંદુ ધર્મ સનાતન છે અને હિન્દુસ્તાન સાથે જોડાયેલો આ ધર્મ છે. આદિવાસીઓ દેવમોગરા માતાની અને અંબા માતાની પણ ઉપાસના કરે છે. શામળાજી મહારાજનો પણ આદિવાસીઓ સાથે જોડાયેલો વર્ષો જૂનો ઈતિહાસ છે.કેટલાક વિધર્મીઓના ઈશારે હિંદુ ધર્મને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેમને ધર્મનું બિલકુલ જ્ઞાન નથી એ લોકો જ આવી બધી વાતો કરતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *