રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા
શહેરામાં ચોર ટુકડી એક બાદ એક બંધ મકાનને નિશાન બનાવીને ચોરી ને અંજામ આપી રહયા છે. નગરના અણીયાદ ચોકડી વિસ્તારમાં પોલીસ પોઇન્ટ થી બસો મીટર દૂર આવેલ પંચવટી સોસાયટીના બંધ મકાનને નિશાન બનાવીને ચોરી કરી હતી. જ્યારે આ વિસ્તારની સોસાયટીઓના રહીશોમાં ફફડાટ ફેલાયો છે.
શહેરામાં વધતી જતી ઠંડી વચ્ચે ચોર ટુકડી સક્રિય થઈ છે. નગરના અણીયાદ ચોકડી વિસ્તારમાં પોલીસ પોઇન્ટ થી બસો મીટર દૂર આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા અભેસિંહ.આર. બારીઆ પોતાના વતન તાલુકાના ખોજલવાસા ગામ ખાતે પરીવારજનો સાથે ગયા હતા. ત્યારે તેમના બંધ મકાનને અજાણ્યા ચોરોએ દરવાજાનુ તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ચોરોએ રૂમની અંદર રહેલ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. જોકે ચોરોને અહીથી મંદિરમા રહેલ ૫૦૦ રૂપિયા મળતા ફેરો માથે પડયો હોય તેવો અહેસાસ તે વખતે ચોરોને થયો હશે તો નવાઈ નહિ, પાછલા કેટલાક દિવસોથી નગરના અણીયાદ ચોકડી વિસ્તારમાં આવેલ સોસાયટીના બંધ મકાનને એક બાદ એક ચોર ટુકડી નિશાન બનાવીને પોલીસને પડકાર ફેંકતા હોય તેમ લાગી રહયુ છે. શિયાળાની કકડતી ઠંડીમાં ચોર ટુકડી ધીમે ધીમે સક્રિય થઈ રહી હોવાથી આ વિસ્તારના નગરજનોમાં ફફડાટ પણ ફેલાયો છે. રાત્રીના સમયે પોલીસના ઉચ્ચર અધિકારીઓ દ્વારા ઓચિંતી મુલાકાત નગર વિસ્તારમાં આવેલ પોલીસ પોઇન્ટની લેવામાં આવે તે જરૂરી બન્યુ છે. મકાન માલિક દ્વારા સામન્ય રકમની ચોરી થતા આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.પણ સ્થાનિક પોલીસ હવે એક્શન મા આવશે કે પછી શુભ મુહૂર્ત ની રાહ દેખાશે તે તો જોવુ જ બન્યુ છે.