મોરબી: મોરબી જિલ્લાના હળવદમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતેદારના ખાતામાંથી રૂ.૭ લાખ ઉપરાંતની ઉઠાંતરી….

Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ બી.એસ.એન.એલ.ના લાઈનમાં ફરજ બજાવતા કર્મચારીના હળવદની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ખાતેદાર છે તેમના ખાતામાં રૂપિયા ૯ લાખનુ બેલેન્સ હતુ ત્યારે તેમના મોબાઈલ પર ફોન આવ્યો હું હળવદ સ્ટેટ બેંક માંથી બોલું છું તમારું ખાતું બંધ થઇ ગયુ છે તેમ ઝડપથી ઓ.ટી.પી નંબર આપો ત્યારે ખાતેદારેએ ઓ.ટી.પી નંબર આપતા એક પછી એક વારા ફરતી ફટાફટ ૭ લાખની રકમ ઉપડી જતા ભોગ બનનાર વિજયશંકર માળીએ મોરબી જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ અરજી આપેલ હતી

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા‌ ગામની ભારત સંચાર નિગમ લિમિટેડમા ફરજ બજાવતા વિજયશંકર આર માળીનુ હળવદની એસ.બી.આઇ બેન્કમાં ખાતું ધરાવે છે જેઓને ગત તારીખ 16-1 રોજ મોબાઈલ નંબર 91 444 13040 અને 8294166267 બંને ફોન પરથી ફોન આવ્યા હું એસ.બી.આઈ બ્રાન્ચ હળવદ થી બોલું છું તમારૂ બેન્ક એકાઉન્ટ બંધ થઈ ગયેલું છે અને એક મેસેજ આવશે મેસેજ નંબર અમને જણાવજો ફરિયાદી ભોગ બનનાર મેસેજ નંબર લઇ લીધો ત્યારે ભોગ બનનાર ઓ.ટી.પી નંબર આવેલ ઓ.ટી.પી નંબર જણાવતા ત્યારબાદ પોતાના ખાતામાંથી રૂપિયા ૨૫,000 ત્યારબાદ બીજા ૨૫,000 પછી 20,000. 50,000 ,૯૯,999,૧,૦૦,000,૪૯,999 ત્રણ વખત ત્યારબાદ ૧૦૦૦૦૦,૧,૭૫,000 ત્રણ વખત ૫૦,000 ત્યારબાદ 25000 મળીને કુલ મળી‌ રૂપિયા 7.69.999 ખાતામાંથી ઉપડી જતા ભોગબનનાર વિજયશંકર માળીએ મોરબી જિલ્લા પોલીસ વડાની કચેરી લેખિતમાં ‌ફરિયાદ અરજી કરેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *