નર્મદા: બોગસ વારસાઈ કરી જમીન વેચીમારવાના કિસ્સામાં વડોદરા રેન્જ આઈ.જી. દ્વારા નર્મદા પોલીસને કાયદેસર કાર્યવાહી કરવા ફરમાન

Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા

નાંદોદના લાછરસ ગામના કાર્ડ ધારકે માતાની જગ્યાએ અન્યનો મરણ દાખલો રજૂ કર્યાના આક્ષેપ સાથે મામલતદાર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં અરજદાર ન્યાય થી વંચિત!!! જો તટસ્થ તાપસ થાય તો મોટું કૌભાંડ બહાર આવી શકે ????!!!

આજના જમાનામાં લોભ લાલચ અને પૈસા માટે લોકો તામાંમ હદો વટાવી દે છે નાંદોદના લાછરસ ગામે બોગસ મરણનો દાખલો બનાવી વારસાઈ માંથી વારસાઈ હકો ધરાવતાઓના નામો કમી કરાવી જમીન વેચવાનો તેમજ બોગસ ખેડૂત બની જમીન ખરીદવા બાબતે અરજદાર નગીનભાઈ ભીખાભાઇ પરમારે પોતાના હક મેળવવા માટે મામલતદાર થી કલેકટર, પોલીસ અધિક્ષક સહિત ઉચ્ચ કક્ષાએ ન્યાય માટે ગોહાર લગાવી હતી પરંતુ તેમને ન્યાય ન મળતા તેઓએ તા 6 /10/2020 ના રોજ પોતાને થયેલ અન્યાય અને મિલીભાગત થકી બોગસ દસ્તાવેજ ઉભા કરવા તેમજ જમીન વેચવા લેવા વાળા લોકો તેમજ નાયબ મામલતદાર તલાટી સહિતનાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગને તમામ દસ્તાવેજો સાથે અરજી કરી હતી. ત્યારબાદ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ દ્વારા આ અરજી સંદર્ભે નર્મદા પોલીસ ને યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવા તેમજ અરજદાર નગીનભાઈ ભીખાભાઇ પરમાર ની અગાઉની 23/05/2017 તેમજ 10/04/2019 ના રોજ નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક ની કચેરીએ કરેલ અરજીઓ સંદર્ભે શુ કાર્યવાહી કરી તેનો લેખિત જવાબ દિન 7 માં સુપ્રત કરવાનો હુકમ કરતા ચકચાર મચી છે

અરજદારે વધુ માં જણાવ્યું છે કે લાછરસ તાલુકાના નાદોદ જીલ્લો નર્મદા ખાતા નંબર 255 હાલ 305 ખાતા નંબર વાળી ખેતીની જમીનમાં જમીન ગેરકાયદેસર વેચાણ કરી હોવાની અરજી કરી છે, વેચાણ રાખનાર પરમાર દેવજીભાઈ ખુશાલભાઈએ સર્વે નંબર 483 જમીનમાં વારસાઇ નોંધ નંબર 4099 મુજબ પોતાને જન્મ જાત ખેડૂત બતાવેલ હતા પરંતુ ફરિયાદી નગીનભાઈ ભીખાભાઈ એ માહિતી અધિકાર ના નિયમ મુજબ મામલતદાર નાદોદ પાસે માહિતી માંગતા નો નંબર 4099 ખોટો અને બોગસ હોય મામલતદાર નાદોદે 30/03/૨૦૧૫એ નંબર 5360 થી રદ કરેલ છે જેથી વેચાણ રાખનાર પરમાર દેવજીભાઈ ખુશાલભાઈ બિનખેડૂત સાબિત થયેલ છે વેચાણ આપનાર.(1) પ્રભુદાસ રણછોડ પરમાર (2) ભીખાભાઈ રણછોડ પરમાર (3)સવિતાબેન રણછોડભાઈ પરમાર પોતાની વારસાઈ નોંધ નં 485 બોગસ અને બનાવટી 7/12 નો ઉપયોગ કરી વેચાણ કરેલ છે જેની અરજીઓ જિલ્લા કલેકટર નર્મદા જિલ્લા તેમજ પોલીસ અધિક્ષક નર્મદા ને વારંવાર કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી કે કાયદેસર પગલાં લેવામાં આવેલ નથી બાદ પોલીસ અધિક્ષક વડોદરા વિભાગ ને ન્યાય માટે અરજી આપતા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક ને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા હુકમ કરાયો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે આ બાબતે તલસ્પર્શી તાપસ થાય તો ઘણા અધિકારીઓ ની સંડોવણી બહાર આવી શકે ???? હવે જોવું રહ્યું કે ફરિયાદી ના આક્ષેપ કેટલા સાચા છે અને જો તાપસમાં આક્ષેપો સાચા ઠરે તો કૌભાંડ આચરનાર અધિકારી તલાટી તેમજ જમીન વેચનાર ખરીદનાર અને સાહેદો સામે કાયદેસરની કાર્યવાહી થાય છે કે કેમ ??? એક વાત ચોક્કસ છે કે જો ફરીયાદી ના આક્ષેપ સાચા ઠરે તો કડક કાર્યવાહી થવી જોઈએ જેથી કરી આવું કામ કરતા કોઈપણ વ્યક્તિ 100 વાર વિચાર કરે…!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *