રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાંથી સી. એન.મિશ્રા તાલુકા વિકાસ અધિકારી અર્પણ ભાઈ ચાવડા તેમજ વાસમોંમાંથી સંજયભાઈ ખીમાણી અને નિકીતાબેન એમ કણસાગરા આર.સી મેનેજર અને તલાટી મંત્રી કરંગીયા સાગરભાઇ સરપંચ ઉષાબેન કમલેશભાઈ માકડીયા તેમજ ગામ આગેવાનો સભ્યો સહીત હાજર રહ્યા હતા.
ટીટોડી ગામે પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના માં સંકળાયેલા છે. જેમાં રાજ્ય સરકારની વિવિધ યોજના તેમજ પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના નું કન્વેયન્સ કરી ટીટોડી ગામને આદર્શ ગામ બનવા માટે ગામની મૂળભૂત જરૂરિયાતના કામો જેમ કે પીવાના પાણી વાસ્મો યોજના મંજૂર થયેલ કામની અંદાજિત ૧૭.૧૪ લાખના તેમજ ગટર રોડ રસ્તા સ્ટ્રીટલાઈટ વગેરેના અંદાજિત ૪૦ લાખ ની રકમના વિકાસના કામોનો શુભારંભ કરવામાં આવ્યો હતો.