રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર
ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રાજા રણછોડજીનું ભવ્ય મંદિર આવેલું છે. ડાકોર ચોકડીથી કપડવંજ તરફ પસાર થતા હાઇવે પર વરસાદ પડવાના કારણે રસ્તો બિસ્માર થઇ ગયો હતો. વરસાદી ઝાપટા થવાના કારણે ઠેર ઠેર જોખમી ખાડા પડી ગયા હતા. અને કપચી પણ દેખાઈ આવી હતી. જેના કારણે વાહનચાલકોને ભારે તકલીફોનો સામનો કરી રહ્યા હતા. આ ઉપરાંત નાના વાહનચાલકોને રાત્રીના સમયે ખાડા ન દેખાતા મોટો અકસ્માત સર્જાવાની ભીતિ પણ સેવાઈ રહી હતી. ત્યારબાદ અગાઉ એક મહિના પહેલા જ આ રસ્તાના રીપેરીંગનું કામ કરાયું હતું. પરંતુ રસ્તાની હાલત પહેલા જેવી જ થઇ જતા સરસ્વતી બીલકોન એજન્સી દ્વાર પહેલા જે કામ કરવામાં આવ્યું હતું અને કામ બરાબર થયું ન હતું. તો ફરીથી પી.ડબલ્યુ.ડી દ્વારા આ એજન્સીને જણાવતા ડાકોર મેન ચોકડી થી કપડવંજ જતા મૂળિયાંદ ગામ આવેલ છે ત્યાં સુધી આ રોડ નું સમારકામ કરવાનું છે તેમ એજન્સીના સુપરવાઈઝરે જણાવ્યું હતું.