રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઈ નગરના મુસ્લિમ બિરાદરો દ્વારા પોતાના વિસ્તારની ગલીઓ,શેરીઓ,ધર્મસ્થળો તેમજ પોત પોતાના ઘરોને લાઈટો,સિરિજો,રંગબેરંગી લાઈટના ગુબ્બારા,અવનવી લાઈટો ડેકોરેટ પરચમો(જંડાઓ) લગાડી સણગારી ઇદ-એ-મિલાદની ઉજવણી કરવામાં આવી હતી.
જોકે હાલ ચાલી રહેલ કોરોનાની મહામારીને પગલે દરેક ધર્મના તહેવારોને કોરોનાનો ગ્રહણ લાગ્યો હોય દરેક ધર્મના તહેવારો,ઉત્સવો તથા પ્રસંગો નિરાશ અને મજાવગરના થઈ પડ્યા છે. જ્યારે મુસ્લિમ ધર્મના સ્થાપક એવાં મહાન પેગમ્બર હજરત મોહમ્મદ સલ્લલ્લાહો અલયહિ વસલ્લમ ના જન્મ દિન નિમિતે “ઇદે મિલાદુન્નબી “સલ્લલ્લાહો અલયહિ વસલ્લમ ના ભાગરૂપે મુસ્લિમ સમુદાય ના લોકો આખાય વિશ્વમાં પોતાના ઘરો,શેરીઓ,મહોલ્લાઓ તેમજ ધર્મસ્થળો ને ઇદે મિલાદ ના માસના પહેલાજ દિવસ થી રોશની થી શણગારી ઝગમગ કરાય છે.સાથે ઈસ્લામિક મહિના રબિયુલ અવ્વલ માસની ૧૨મી તારીખે દરવર્ષે સાનો સોકત થી નગરો શહેરો અને ગામડાઓમાં ઝુલુસ કાઢી ઇદે મિલાદનો તહેવાર ઉજવવામાં આવે છે. પણ ચાલુ વર્ષે કોરોના મહામારી ને લઈ ઝુલુસ કાઢવાનું મોકૂફ રખાતા મુસ્લિમ સમુદાયમાં અફસોસની લાગણી જોવા મળી રહી છે. સાથે મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદના મુબારક મોકા પર અલ્લાહતાલાની બારગાહમાં કોરોના જેવી ગંભીર બીમારી આખા વિશ્વ અને ભારત દેશમાંથી નેસ્તનાબુદ થઈ જાય તેવી દુવાઓ અને પ્રાર્થનાઓ સાથે તહેવારની ઉજવણી કરવામાં આવશે.