મોરબી : હળવદમાં કમલેશ દઠાણીયા અને આમ આદમી પાર્ટીના 40 સભ્યો કોંગ્રેસમાં જોડાયા.

Morbi
રિપોર્ટર-રોહિત પટેલ હળવદ

મોરબી ચૂંટણી પહેલા સૌથી મોટી ફટકો હળવદ ના આમ આદમી ના 40 કાર્યકર્તાઓ કોંગ્રેસ માં જોડાયા છે. હાર્દિક પટેલ ની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે.હળવદ ના પ્રખ્યાત સામાજિક આગેવાન કમલેશભાઈ પણ કોંગ્રેસમાં જોડાયા છે.કોંગ્રેસમાં જોડાયાથી ભાજપમાં સનસનાટી જોવા મળી છે.હાર્દિક પટેલની હાજરીમાં આજે આમ આદમી પાર્ટીના ના 40થી વધુ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા છે. ત્યારે ભાજપમાં આ મોટો ફટકો કહી શકાય.ત્યારે આ પ્રસંગે ભાજપ પર આકરા પ્રહાર કરતા હાર્દિક પટેલે કહ્યું કે, ભાજપ સરકાર મોટી મોટી વાતો કરે છે. કોરોનાની સ્થિતિ ધ્યાનમાં રાખી આગેવાનોને કોંગ્રેસમાં જોડ્યા છે સી.આર.પાટીલ રેલી કરે છે. પરંતુ લગ્નમાં લોકોને ભેગા થવાની છૂટ નથી આપતા. સરકાર ઈચ્છા પડે ત્યારે સહાયની જાહેરાત કરે છે. 3 મહિના પહેલા પણ સહાયની જાહેરાત કરી હતી,પરંતુ લોકોને કંઈ મળતું નથી આગામી દિવસોમાં એ જરૂર કોંગ્રેસમાં જોડાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *