રિપોર્ટર-રોહિત પટેલ હળવદ
હળવદના સરા રોડ ઉપર આવેલ નવેહ નાતના ઝાલાવાડ રોહિદાશ વંશી ના ૮૨ ગામની મેલડી ‘ માં ‘ ના મંદિરે નવરાત્રિ નિમિત્તે એજાર ગામ ના માતાજીના ઉપાસક દ્વારા આગામી રવિવારે હવન નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હળવદ શહેર અને ૪૨ ગામો અને ઝાલાવાડ ૮૨ ગામના રોહીદાસ સમાજ ના આગેવાનો, વડીલો તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
સંત શિરોમણી રોહિદાસ વંશી સરા રોડ ઉપર આવેલ નવેહ નાતની મેલડી માં ના મંદિર ખાતે દર વર્ષે હળવદ તાલુકાના એંજાર ગામ ના મેલડી માતાજી ના ઉપાસક ભગત તેવા પ્રેમજીભાઈ સુખાભાઈ રાઠોડ માતાજી ના નવ નોરતા અને નકોડા ઉપવાસ કરીને માતાજીની આરાધના કરે છે ત્યારે આગામી તારીખ ૨૫/૧૦ ને રવિવાર સવારે ૧૦ વાગ્યા એ નવેહ નાતના ના મેલડીમાં ના મંદિર ખાતે રોહીદાસવંશી હળવદ શહેર ના અને ગ્રામ્ય વિસ્તારના ૪૨ ગામો તેમજ ૮૨ ગામ ના રોહીદાસ સમાજ ના આગેવાનો ભક્તો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં નોમના દિવસે રવિવારે હવન માં માતાજી ના દશૅન કરવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ અંગે હળવદ રોહીદાસવંસી સમાજના પ્રમુખ કરસન ભાઈ પરમાર ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે રવિવારે મેલડી માં ના મંદિર ખાતે હવન અને શ્રફળ હોમવાનુ મહા પ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવશે.