પ્રતિનિધિ,પંચમહાલ મિરર,નિમેષ સોની, ડભોઇ
ડભોઇ- દર્ભાવતિ નગરી પ્રાચીન સમયથી ઐતિહાસિક સ્થાન- મહત્વ ધરાવે છે દર્ભાવતી ના રાજા વિશળદેવે દભૉવતી નગરીની ચારે દિશાઓમાં ચાર જુદા જુદા માતાજીના સ્થાનક- મંદિર ની સ્થાપના કરી હતી. જેમાં નાંદોદીભાગોળ બહાર આવેલ વેરાઈમાતા વસાહતમાં વેરાઈ માતાજીનું- વાઘેશ્વરી માતાજી નું મંદિર આવેલું છે .આ મંદિર પણ અતિ પ્રાચીન અને ઐતિહાસિક છે. આ મંદિરે દર રવિવારે નગરના શ્રદ્ધાળુઓ આજે પણ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે.દરવષે કારતક મહિનામાં દભૉવતી ના સોની સમાજ દ્વારા યજ્ઞનુ આયોજન કરવામાં આવે છે. હાલમાં ચાલતા નવરાત્રીના પર્વ દરમિયાન સવાર-સાંજ ભક્તજનો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. ગતરોજ બપોરના ૧૨ કલાકની આસપાસ એક ભકતજન શ્રદ્ધાપૂર્વક માતાજીના આશીર્વાદ લેવા માટે અને પોતાના પુત્રના વિઝા મંજુર થાય તેવી ઈચ્છા સાથે માતાજીના દર્શનાર્થે આવેલ અને માતાજી પાસેથી પ્રત્યુતર મેળવવાના ભાગ રૂપે માતાજી પાસે કોરો કાગળ રજૂ કર્યો હતો. આ ભક્તજન ઉપર માતાજી આશીર્વાદ દર્શાવતા હોય તેમ કાગળ ઉપર માતાજીની છબી ઉપસી આવી હતી .આ છબી કાગળ ઉપર કઈ રીતે ઉપસી તે શ્રદ્ધાનો વિષય છે . પરંતુ આ વાત નગરમાં વાયુવેગે પ્રસરી જતા મંદિરમાં માતાજીના દર્શનાર્થે અને કોરા કાગળ ઉપર ઉપસી આવેલી છબી ના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચી ગયા હતા .સદર મંદિરની સેવા પૂજા કરતા પૂજારી મોહિતભાઈ ભટ્ટ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે કાગળ ઉપર માતાજી ની છબી ઉપસી આવી એનો અર્થ એવો છે કે આ ભક્તજન ઉપર માતાજીના અપાર આશીર્વાદ છે જેથી તેઓનું કામ થઈ જશે અને આમ પણ ભક્તજનો વેરાઈ માતા- વાઘેશ્વરી માતામાં શ્રદ્ધા ધરાવે છે જેથી નવરાત્રી દરમિયાન અને દર રવિવારે મોટી સંખ્યામાં ભકતજનો દર્શનાર્થે આવે છે. જાણવા મળતી માહિતી મુજબ દર્ભાવતિ નગરીના ભક્તજનો વેરાઈ માતા-વાઘેશ્વરી માતામાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને સદર માતાજીના મંદિર -સ્થાનકે લીધેલી બાધાઓ પરિપૂર્ણ થાય છે. જેથી સંકટના સમયે ઘણા બધા ભક્તો અહીંયા આવી પોતાની વાત માતાજી સમક્ષ રજૂ કરે છે અને તે પરિપૂર્ણ થતા પોતાની બાધા શ્રદ્ધાપૂર્વક પૂર્ણ કરવા આવે છે .આમ ડભોઇ- દર્ભાવતિ નગરીના ભક્તજનો વેરાઈ -વાઘેશ્વરી માતાજી માં અપાર શ્રદ્ધા ધરાવે છે અને આજના આ બનાવથી મોટી સંખ્યામાં ભક્તજનો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.