બ્યુરોચીફ : રાકેશ મકવાણા, ખેડા
નડિયાદ નગરપાલિકા દ્વારા છાંટીયાવાડાની લીમડી વિસ્તારમાં આર. સી. સીનું કામ ચાલી રહ્યું હતું આર.સી. સી ના ચાલુ કામે એક સાયકલ સવાર વૃદ્ધ કૃષ્ણકાંત શાહ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કૃષ્ણકાંત સાયકલ સાથે આર.સી.સી ના મશીન સાથે અથડાયા હતા મશીનની ટક્કર વાગવાથી કૃષ્ણકાંતનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. આ બનાવની જાણ આજુબાજુના રહીશોને થતા ત્યાં દોડી આવ્યા હતા અને નડિયાદ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોચી મૃતકને નડિયાદ સિવિલ હોસ્પિટલ પી એમ માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે અરુણાબેન કૃષ્ણકાંત શાહે નડિયાદ ટાઉન પોલીસ મથકે મશીન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.